હોમ પેજ / રેસિપી / મસાલા રાઈસ

Photo of Masala Rice by Anjali Kataria at BetterButter
481
4
0.0(0)
0

મસાલા રાઈસ

Oct-02-2018
Anjali Kataria
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા રાઈસ રેસીપી વિશે

આ એક ખૂબ જ સરળ રેસિપી છે. ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે. જ્યારે કંઈ પણ બનાવવા નો વિકલ્પ ન હોય ત્યારે તમે આ પ્રકાર ના રાઈસ બનાવી ને ટિફિન માં આપી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ ચોખા
  2. ૧/૨ કપ બારીક સમારેલા ટામેટા
  3. ૧/૨ કપ બારીક સમારેલા કાંદા
  4. ૧/૨ કપ બારીક સમારેલા કેપ્સીકમ મરચાં
  5. ૧/૨ કપ બારીક સમારેલી ફ્રેન્ચ બીંસ
  6. ૨ ચમચી તેલ
  7. ચપટી હિંગ
  8. ૧/૨ ચમચી રાઈ જીરું
  9. ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
  10. ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  11. ૧ નાની ચમચી ગરમ મસાલા પાઉડર
  12. ૧/૨ નાની ચમચી ધાણજીરૂ પાઉડર
  13. સ્વાદાનુસાર મીઠું
  14. જરૂરિયાત મુજબ પાણી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખા ને સાફ પાણી વડે ૨-૩ વાર ધોઈ લો.
  2. તેને ૨ કપ પાણી માં ૧૦-૧૫ મિનિટ સુધી પલાળવા દો.
  3. હવે પ્રેશર કુકર લો.
  4. તેમાં તેલ ગરમ કરવા મૂકો.
  5. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું ઉમેરો.
  6. ચપટી હિંગ ઉમેરો.
  7. રાઈ જીરું ના દાણા ફૂટે એટલે તેમાં આદું મરચાં ની પેસ્ટ ઉમેરો.
  8. ૧ મિનિટ સુધી સાંતળો.
  9. હવે તેમાં કાંદા ઉમેરો.
  10. ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળો.
  11. હવે તેમાં ફ્રેન્ચ બીંસ, કેપ્સીકમ મરચા ઉમેરો.
  12. ૨ મિનિટ સુધી ચડવા દો.
  13. હવે ટામેટા ઉમેરો.
  14. ૫ મિનિટ સુધી ચડવા દો.
  15. હવે તેમાં મીઠું, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, હળદર અને ધાણા જીરૂ ઉમેરો.
  16. બરાબર મિક્સ કરી લો.
  17. હવે તેમાં ચોખા ઉમેરો.
  18. ૨ કપ પાણી ઉમેરીને ૨ સીટી થાય ત્યાં સુધી ચડવા દો.
  19. ત્યાર બાદ ગેસ બંધ કરી દો.
  20. કુકર ને ઠંડુ થવા દો.
  21. ત્યારબાદ તેમાં ચડેલાં ભાત ને બરાબર મિક્સ કરો.
  22. ગરમા ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર