હોમ પેજ / રેસિપી / કલરફૂલ ઢોકળા

Photo of Colourful Dhokla by Rani Soni at BetterButter
921
5
0.0(0)
0

કલરફૂલ ઢોકળા

Oct-02-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કલરફૂલ ઢોકળા રેસીપી વિશે

સામાન્ય સફેદ ઢોકળા ને અહીં મે આકર્ષક અને ફેન્સી દેખાવ કરી ને કલરફૂલ ઢોકળા બનાવયાં છે.બાળકો ને રંગીન ખોરાક તેમની આંખો ને વધારે પ્રભાવિત કરે છે.આ રંગીન ઢોકળા તેમને જરુર થી ભાવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ સફેદ ઢોકળા નુ ખીરૂ (મીઠું અને ઈનો નાંખેલું)
  2. 1 ચમચી લીલી ચટણી
  3. 1 ચમચી હળદર પાવડર
  4. 1 ચમચી લાલ લસણ ચટણી
  5. 2 ચમચી ટામેટા કેચઅપ
  6. 1 ચમચી તેલ

સૂચનાઓ

  1. સફેદ ઢોકળા ના ખીરા ના 4 ભાગ કરો.
  2. એક ભાગ માં હળદર પાવડર ઉમેરો.
  3. બીજા ભાગ માં લીલી ચટણી ઉમેરો.
  4. ત્રીજા ભાગ માં લાલ મરચાં ચટણી ઉમેરો.
  5. ચોથા ભાગ ને સફેદ રાખો.
  6. હવે થાળી ને તેલ થી ગ્રીસ કરો.
  7. તેમાં 2 ચમચી સફેદ ઢોકળા નુ ખીરૂ મૂકો.
  8. હવે 2 ચમચી હળદર વાળું ખીરૂ મૂકો.
  9. હવે લીલી ચટણી વાળું ખીરૂ મૂકો.
  10. છેલ્લું લાલ મરચાંનું ખીરૂ મૂકો.
  11. હવે ટૂથપીક ની મદદ થી મનગમતી ડીઝાઇન બનાઈ લો.
  12. ખીરા ની થાળી ને સ્ટીમર માં 7 મિનિટ સુધી સ્ટીમ કરો.
  13. થોડું ઠંડુ પડે અેટલે તેને કાપા પાડો.
  14. ટોમેટો કેચઅપ સાથે પિરસો અને આનંદ માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર