રંગીન મસાલા પૂરી | Colourful Masala Puri Recipe in Gujarati

ના દ્વારા Purvi Modi  |  2nd Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Colourful Masala Puri by Purvi Modi at BetterButter
રંગીન મસાલા પૂરીby Purvi Modi
  • તૈયારીનો સમય

    20

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    5

    લોકો

9

0

રંગીન મસાલા પૂરી વાનગીઓ

રંગીન મસાલા પૂરી Ingredients to make ( Ingredients to make Colourful Masala Puri Recipe in Gujarati )

  • પાલકની કણક માટે:-
  • ઘઉં નો લોટ ૧/૨ કપ
  • પાલક ના પાન ૮-૧૦
  • મીઠું સ્વાદ અનુસાર
  • લીલું મરચું ૧
  • તેલ અથવા ઘી ૨ ટેબલસ્પૂન
  • બીટ ની કણક માટે:-
  • ઘઉં નો લોટ ૧/૨ કપ
  • બીટ ૧ (નાનું)
  • મીઠું સ્વાદ અનુસાર
  • લાલ મરચું ૧ ટી સ્પૂન
  • તેલ અથવા ઘી ૨ ટેબલસ્પૂન
  • સાદી કણક માટે:-
  • ઘઉં નો લોટ ૧/૨ કપ
  • મીઠું સ્વાદ અનુસાર
  • વાટેલા મરી નો પાવડર ૧/૨ ટી સ્પૂન
  • તેલ અથવા ઘી ૨ ટેબલસ્પૂન
  • અન્ય સામગ્રી:-
  • તેલ તળવા માટે
  • વેજ સાલસા માટે:-
  • સમારેલી ડુંગળી ૧ ટી સ્પૂન
  • સમારેલી કાકડી ૧ ટી સ્પૂન
  • સમારેલું કેપ્સીકમ ૧ ટી સ્પૂન
  • સમારેલું ટમેટું ૧ ટી સ્પૂન
  • મીઠું સ્વાદ અનુસાર
  • લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન
  • સમારેલી કોથમીર ૧ ટી સ્પૂન
  • વાટેલા મરી ૧/૪ ટી સ્પૂન
  • ટોમેટો સોસ ૧ ટેબલસ્પૂન

How to make રંગીન મસાલા પૂરી

  1. પાલક ના પાનને થોડા પાણી સાથે મિક્સરમાં પીસી લો. બીટને છીણીને થોડા પાણી સાથે મિક્સરમાં પીસી લો અને તેનો રસ ગાળી લો
  2. હવે સામગ્રી માં દર્શાવ્યા પ્રમાણે પાલકના રસથી પાલક કણક, બીટના રસથી બીટ ની કણક અને જરૂર મુજબ પાણી લઈ સાદી કણક બાંધો.
  3. દરેક કણકના બે સરખા ભાગ કરી લૂવા બનાવી બે મોટી પાતળી રોટલી વણી લો.
  4. હવે સૌપ્રથમ બીટ ની રોટલી લો. તેની ઉપર સાદી રોટલી મૂકો. તેની ઉપર પાલક રોટલી મૂકો.
  5. હવે કિનારી થી વાળતા જઈને રોલ તૈયાર કરો.
  6. તેના એકસરખા કટકા કરો.આ રીતે બે રોલ તૈયાર થશે.
  7. હવે દરેક પીસ ને ઊભો મૂકી સહેજ દાબીને ફરીથી પાતળી પૂરી વણો લો.
  8. ગરમ તેલમાં તળી લો.
  9. વેજ સાલસા માટે ની બધી સામગ્રી મિક્સ કરી લો. રંગીન મસાલા પૂરી સાથે પરોસો.

My Tip:

ટામેટાના રસમાંથી અને ગાજર ના રસમાંથી પણ બનાવી શકાય.

Reviews for Colourful Masala Puri Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો