Open in app

રંગીન મસાલા પૂરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Purvi Modi2nd Oct 2018

Colourful Masala Puri ના વિશે

Ingredients to make Colourful Masala Puri in gujarati

  • પાલકની કણક માટે:-
  • ઘઉં નો લોટ ૧/૨ કપ
  • પાલક ના પાન ૮-૧૦
  • મીઠું સ્વાદ અનુસાર
  • લીલું મરચું ૧
  • તેલ અથવા ઘી ૨ ટેબલસ્પૂન
  • બીટ ની કણક માટે:-
  • ઘઉં નો લોટ ૧/૨ કપ
  • બીટ ૧ (નાનું)
  • મીઠું સ્વાદ અનુસાર
  • લાલ મરચું ૧ ટી સ્પૂન
  • તેલ અથવા ઘી ૨ ટેબલસ્પૂન
  • સાદી કણક માટે:-
  • ઘઉં નો લોટ ૧/૨ કપ
  • મીઠું સ્વાદ અનુસાર
  • વાટેલા મરી નો પાવડર ૧/૨ ટી સ્પૂન
  • તેલ અથવા ઘી ૨ ટેબલસ્પૂન
  • અન્ય સામગ્રી:-
  • તેલ તળવા માટે
  • વેજ સાલસા માટે:-
  • સમારેલી ડુંગળી ૧ ટી સ્પૂન
  • સમારેલી કાકડી ૧ ટી સ્પૂન
  • સમારેલું કેપ્સીકમ ૧ ટી સ્પૂન
  • સમારેલું ટમેટું ૧ ટી સ્પૂન
  • મીઠું સ્વાદ અનુસાર
  • લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન
  • સમારેલી કોથમીર ૧ ટી સ્પૂન
  • વાટેલા મરી ૧/૪ ટી સ્પૂન
  • ટોમેટો સોસ ૧ ટેબલસ્પૂન

How to make Colourful Masala Puri in gujarati

  1. પાલક ના પાનને થોડા પાણી સાથે મિક્સરમાં પીસી લો. બીટને છીણીને થોડા પાણી સાથે મિક્સરમાં પીસી લો અને તેનો રસ ગાળી લો
  2. હવે સામગ્રી માં દર્શાવ્યા પ્રમાણે પાલકના રસથી પાલક કણક, બીટના રસથી બીટ ની કણક અને જરૂર મુજબ પાણી લઈ સાદી કણક બાંધો.
  3. દરેક કણકના બે સરખા ભાગ કરી લૂવા બનાવી બે મોટી પાતળી રોટલી વણી લો.
  4. હવે સૌપ્રથમ બીટ ની રોટલી લો. તેની ઉપર સાદી રોટલી મૂકો. તેની ઉપર પાલક રોટલી મૂકો.
  5. હવે કિનારી થી વાળતા જઈને રોલ તૈયાર કરો.
  6. તેના એકસરખા કટકા કરો.આ રીતે બે રોલ તૈયાર થશે.
  7. હવે દરેક પીસ ને ઊભો મૂકી સહેજ દાબીને ફરીથી પાતળી પૂરી વણો લો.
  8. ગરમ તેલમાં તળી લો.
  9. વેજ સાલસા માટે ની બધી સામગ્રી મિક્સ કરી લો. રંગીન મસાલા પૂરી સાથે પરોસો.

Reviews for Colourful Masala Puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Colourful Masala Puri in gujarati

  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • આલુ પૂરી

    6 likes
  • મસાલા મગ

    1 likes
  • લાલ પૂરી

    1 likes