હોમ પેજ / રેસિપી / રંગીન મસાલા પૂરી

Photo of Colourful Masala Puri by Purvi modi at BetterButter
613
1
0.0(0)
0

રંગીન મસાલા પૂરી

Oct-02-2018
Purvi modi
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રંગીન મસાલા પૂરી રેસીપી વિશે

પાલક અને બીટના રસમાંથી બનતી આ પૂરી આકર્ષક, સ્વાદિષ્ટ અને હેલ્ધી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. પાલકની કણક માટે:-
  2. ઘઉં નો લોટ ૧/૨ કપ
  3. પાલક ના પાન ૮-૧૦
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. લીલું મરચું ૧
  6. તેલ અથવા ઘી ૨ ટેબલસ્પૂન
  7. બીટ ની કણક માટે:-
  8. ઘઉં નો લોટ ૧/૨ કપ
  9. બીટ ૧ (નાનું)
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. લાલ મરચું ૧ ટી સ્પૂન
  12. તેલ અથવા ઘી ૨ ટેબલસ્પૂન
  13. સાદી કણક માટે:-
  14. ઘઉં નો લોટ ૧/૨ કપ
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. વાટેલા મરી નો પાવડર ૧/૨ ટી સ્પૂન
  17. તેલ અથવા ઘી ૨ ટેબલસ્પૂન
  18. અન્ય સામગ્રી:-
  19. તેલ તળવા માટે
  20. વેજ સાલસા માટે:-
  21. સમારેલી ડુંગળી ૧ ટી સ્પૂન
  22. સમારેલી કાકડી ૧ ટી સ્પૂન
  23. સમારેલું કેપ્સીકમ ૧ ટી સ્પૂન
  24. સમારેલું ટમેટું ૧ ટી સ્પૂન
  25. મીઠું સ્વાદ અનુસાર
  26. લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન
  27. સમારેલી કોથમીર ૧ ટી સ્પૂન
  28. વાટેલા મરી ૧/૪ ટી સ્પૂન
  29. ટોમેટો સોસ ૧ ટેબલસ્પૂન

સૂચનાઓ

  1. પાલક ના પાનને થોડા પાણી સાથે મિક્સરમાં પીસી લો. બીટને છીણીને થોડા પાણી સાથે મિક્સરમાં પીસી લો અને તેનો રસ ગાળી લો
  2. હવે સામગ્રી માં દર્શાવ્યા પ્રમાણે પાલકના રસથી પાલક કણક, બીટના રસથી બીટ ની કણક અને જરૂર મુજબ પાણી લઈ સાદી કણક બાંધો.
  3. દરેક કણકના બે સરખા ભાગ કરી લૂવા બનાવી બે મોટી પાતળી રોટલી વણી લો.
  4. હવે સૌપ્રથમ બીટ ની રોટલી લો. તેની ઉપર સાદી રોટલી મૂકો. તેની ઉપર પાલક રોટલી મૂકો.
  5. હવે કિનારી થી વાળતા જઈને રોલ તૈયાર કરો.
  6. તેના એકસરખા કટકા કરો.આ રીતે બે રોલ તૈયાર થશે.
  7. હવે દરેક પીસ ને ઊભો મૂકી સહેજ દાબીને ફરીથી પાતળી પૂરી વણો લો.
  8. ગરમ તેલમાં તળી લો.
  9. વેજ સાલસા માટે ની બધી સામગ્રી મિક્સ કરી લો. રંગીન મસાલા પૂરી સાથે પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર