Open in app

બટેટા પૌંઆ સેવ સાથે

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Krupa Shah2nd Oct 2018

POTATO POHA WITH SEV ના વિશે

Ingredients to make POTATO POHA WITH SEV in gujarati

  • ધોઈ ને લગભગ કોરા હોય એવાં જાડા પૌંઆ ૩ કપ
  • જીણી સમારેલી ડુંગળી ૧/૨ કપ
  • સમારેલું કેપ્સિકમ ૧/૪ કપ
  • તેલ ૨ ચમચા
  • બટર ૧ ચમચો
  • રાઈ ૧ ચમચી
  • જીરું ૧ ચમચી
  • લીલા મરચાં ( ના ટુકડા) ૩
  • મીઠો લીંબડો ૬-૮ પાન
  • કાચા સીંગદાણા ૧૨-૧૫
  • હિંગ ૧/૪ ચમચી
  • હળદર પાવડર ૧ ચમચી
  • બાફીને ટુકડા કરેલા બટેટા ૨
  • ખાંડ અને મીઠું સ્વાદ પ્રમાણે
  • લીંબુ નો રસ ૧ ચમચો
  • જીણા સમારેલા લીલા ધાણા ૨ ચમચા
  • સેવ અને સમારેલી ડુંગળી જરૂર મુજબ

How to make POTATO POHA WITH SEV in gujarati

  1. એક પેન માં તેલ અને બટર ગરમ કરો.
  2. એમાં રાઈ અને જીરું ઉમેરી દો.
  3. રાઈ તતળે એટલે એમાં હિંગ, લીલા મરચાં, સીંગદાણા, મીઠાં લીંબડા ના પાન અને ડુંગળી ઉમેરી દો.
  4. ડુંગળી ગુલાબી રંગની થાય ત્યારે કેપ્સિકમ ઉમેરી દો.
  5. થોડું કેપ્સિકમ ચડી જાય એટલે હળદર અને બાફેલા બટેટા ના ટુકડા ઉમેરી દો.
  6. હવે ખાંડ, મીઠું અને પૌંઆ નાંખી ને બારાબર હલાવી લો.
  7. થોડી વાર સુધી આ બધું ચડવા દો.
  8. હવે ગૅસ બંધ કરી ને લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરી ને મિક્સ કરી લો બરાબર.
  9. સર્વ કરતી વખતે સેવ ને ડુંગળી નાંખો.

Reviews for POTATO POHA WITH SEV in gujarati (0)

No reviews yet.

Recipes similar to POTATO POHA WITH SEV in gujarati

  • સેવ - એક નવા સ્વાદ સાથે

    5 likes