Open in app

કોદરી ઉપમા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
alok chatt2nd Oct 2018

KODRI UPMA ના વિશે

Ingredients to make KODRI UPMA in gujarati

  • કોદરી 1 નાની વાડકી
  • પાણી 6 ગણું
  • ટમેટાં 2 નંગ
  • તેલ 1 ટેબલ સ્પૂન
  • મીઠા લીમડાના પાન 1 તણખલું
  • લવિંગ 3 નંગ
  • તજ 1 ટુકડો
  • સૂકું લાલ મરચું 1 નંગ
  • ડુંગળી 1 નંગ (ઓપશનલ)
  • હળદર 1 ટી સ્પૂન
  • લાલ મરચું પાઉડર 1 સ્વાદ અનુસાર
  • મીઠું સ્વાદ અનુસાર

How to make KODRI UPMA in gujarati

  1. સૌ પ્રથમ કોદરીને 3 4 પાણીથી સરખી ધોઈ ને થોડી વાર પલળવા દો.
  2. ટમેટાં અને ડુંગળી ઝીણી સમારી લો.
  3. ત્યાર બાદ એક જાડા તળિયાવાળા વાસણમાં તેલ મૂકો.
  4. તેલ આવી જાય પછી એમાં સૂકું લાલ મરચું તોડીને નાંખો.
  5. પછી તેમાં રાય નાખો એ તતળી જાય પછી તેમાં લીમડાના પાન, લવિંગ અને તજ નાખીને સરખું મિક્સ કરી દો.
  6. જો ડુંગળી નાખવી હોય તો સૌ પ્રથમ ડુંગળી અને ત્યાર બાદ ટમેટાં નાંખીને 2 મિનિટ ચડવા દો.
  7. હવે તેમાં પાણી નાંખીને કોદરી પણ ઉમેરી દો.
  8. ત્યાર બાદ તેમાં મીઠું, હળદર અને લાલ મરચું પાઉડર નાંખીને બરાબર મિક્ષ કરી દો.
  9. હવે ઢાંકણ નાંખીને ધીમા તાપે 10 મિનિટ રહેવા દો એટલે તૈયાર થઈ જશે તમારી કોદરી ઉપમા.

Reviews for KODRI UPMA in gujarati (0)

No reviews yet.

Recipes similar to KODRI UPMA in gujarati

  • ઉપમા

    432 likes
  • ઉપમા

    3 likes
  • ઉપમા

    4 likes
  • ઉપમા

    2 likes
  • ઓટ્સ ઉપમા

    42 likes
  • ગ્રીન ઉપમા

    3 likes