હોમ પેજ / રેસિપી / કોદરી ઉપમા

Photo of KODRI UPMA by alok chatt at BetterButter
2191
2
0.0(0)
0

કોદરી ઉપમા

Oct-02-2018
alok chatt
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોદરી ઉપમા રેસીપી વિશે

એકદમ અલગ જ પણ ખૂબ પૌષ્ટિક રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. કોદરી 1 નાની વાડકી
  2. પાણી 6 ગણું
  3. ટમેટાં 2 નંગ
  4. તેલ 1 ટેબલ સ્પૂન
  5. મીઠા લીમડાના પાન 1 તણખલું
  6. લવિંગ 3 નંગ
  7. તજ 1 ટુકડો
  8. સૂકું લાલ મરચું 1 નંગ
  9. ડુંગળી 1 નંગ (ઓપશનલ)
  10. હળદર 1 ટી સ્પૂન
  11. લાલ મરચું પાઉડર 1 સ્વાદ અનુસાર
  12. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કોદરીને 3 4 પાણીથી સરખી ધોઈ ને થોડી વાર પલળવા દો.
  2. ટમેટાં અને ડુંગળી ઝીણી સમારી લો.
  3. ત્યાર બાદ એક જાડા તળિયાવાળા વાસણમાં તેલ મૂકો.
  4. તેલ આવી જાય પછી એમાં સૂકું લાલ મરચું તોડીને નાંખો.
  5. પછી તેમાં રાય નાખો એ તતળી જાય પછી તેમાં લીમડાના પાન, લવિંગ અને તજ નાખીને સરખું મિક્સ કરી દો.
  6. જો ડુંગળી નાખવી હોય તો સૌ પ્રથમ ડુંગળી અને ત્યાર બાદ ટમેટાં નાંખીને 2 મિનિટ ચડવા દો.
  7. હવે તેમાં પાણી નાંખીને કોદરી પણ ઉમેરી દો.
  8. ત્યાર બાદ તેમાં મીઠું, હળદર અને લાલ મરચું પાઉડર નાંખીને બરાબર મિક્ષ કરી દો.
  9. હવે ઢાંકણ નાંખીને ધીમા તાપે 10 મિનિટ રહેવા દો એટલે તૈયાર થઈ જશે તમારી કોદરી ઉપમા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર