હોમ પેજ / રેસિપી / બ્રુશેટા

Photo of Bruschetta by Krupa Shah at BetterButter
812
4
0.0(0)
0

બ્રુશેટા

Oct-02-2018
Krupa Shah
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રુશેટા રેસીપી વિશે

ગાર્લીક બ્રેડ ની ઉપર ઇટાલિયન ફ્લેવર નું ટોપપિંગ, પાસ્તા ને વ્હાઈટ સોસ મૂકીને પીરસવામાં આવતી વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ઇટાલિયન
  • બેકિંગ
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 પેકેટ ગાર્લીક બ્રેડ
  2. 2 મોટા ચમચા બટર
  3. 2 મોટા ચમચા ઘઉં નો લોટ
  4. 2 કપ દૂધ
  5. સ્વાદ મુજબ મીઠું અને મરી પાવડર
  6. 2 ચમચા તેલ
  7. 1 તમાલ પત્ર
  8. 1 તજ નો ટુકડો
  9. 1/2 ચમચી જીરું
  10. 5-7 કાળા મરી
  11. 3 ચમચા લાલ અને પીળા કેપ્સિકમ
  12. 1 ચમચો બાફેલા મકાઈ નાં દાણા
  13. 3 બેબી કોર્ન બાફેલા
  14. સ્વાદ પ્રમાણે મીઠું
  15. 1 ચમચી મિક્સ હર્બ્સ
  16. 1/2 કપ બાફેલા શેલ પાસ્તા
  17. 3 ક્યુબ્સ છીણેલું ચીઝ

સૂચનાઓ

  1. ગાર્લીક બ્રેડ ને અડધી ઇંચ ની સાઈઝ માં કાપી ને એક તરફ મૂકો.
  2. વ્હાઈટ સોસ માટે: એક પેન માં 2 મોટા ચમચા બટર ગરમ કરો.
  3. ગરમ થાય એટલે તેમાં 2 મોટા ચમચા ઘઉં નો લોટ ઉમેરી શેકો.
  4. ગેસ નો તાપ ધીમો કરી દો અને તેમાં થોડું દૂધ ઉમેરો.
  5. દૂધ ઉમેરી તેને હલવો જેથી કોઈ ગાંઠો ના રહે.
  6. હલાવતા જાઓ અને તેમાં ધીમે ધીમે 2 કપ જેટલું દૂધ ઉમેરો.
  7. સ્વાદ મુજબ મીઠું અને મરી પાવડર નાખો.
  8. મિશ્રણ ને સતત હલાવતા રહો અને તેને થોડું જાડું થાય ત્યાં સુધી પકવો. પછી ગેસ બંધ કરી સોસ ને ઠંડો થવા દો.
  9. ટોપિંગ માટે :- એક પેન માં થોડું તેલ લો તેમાં જીરું, તેજપત્તા, તજ અને કાળા મરી નાખો.
  10. હવે તેમાં લાલ અને પીળા કેપ્સિકમ ઉમેરો, સાથે બેબી કોર્ન 1 ઇંચ કાપેલા અને બાફેલા મકાઈ ના દાણા ઉમેરી થોડી વાર શેકો.
  11. તેમાં સ્વાદ મુજબ મીઠું અને મિક્સ હર્બ્સ ઉમેરો.
  12. હવે ડિશ ને પીરસવા :- એક બેકિંગ ડિશ માં ગાર્લીક બ્રેડ ગોઠવો.
  13. ઉપર સ્ટર ફ્રાય કરેલા વેજિટેબલ મૂકો તેના પર પાસ્તા મૂકો.
  14. તેના પર વ્હાઈટ સોસ પાથરો.
  15. હવે છેલ્લા છીણેલું ચીઝ ભભરાવો.
  16. પ્રિહિટ ઓવેનમાં ચીઝ પીગળે ત્યાં સુધી બેક કરો.
  17. બહાર કાઢી ગરમાં ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર