હોમ પેજ / રેસિપી / ફ્રેન્ચ ફ્રાઈસ

Photo of French Fries by Anjali Kataria at BetterButter
428
4
0.0(0)
0

ફ્રેન્ચ ફ્રાઈસ

Oct-02-2018
Anjali Kataria
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રેન્ચ ફ્રાઈસ રેસીપી વિશે

ફ્રેન્ચ ફ્રાઈસ બાળકો ની મન પસંદ રેસિપી છે. જ્યારે નાસ્તા માં કંઈ પણ બનાવવા નો ઓપ્શન ના હોય ત્યારે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી શકી એ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઉકાળવું
  • બાફવું
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ બટેટા
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૧/૨ કપ કોર્ન ફ્લોર
  4. ૧/૨ નાની ચમચી મરી પાઉડર
  5. ૧/૪ નાની ચમચી સંચળ પાવડર
  6. તળવા માટે તેલ
  7. પાણી બાફવા માટે

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ બટેટા ની છાલ ઉતારી ને તેને ફ્રાઈસ ના આકાર મા કાપી લો.
  2. હવે તેને ઠંડા પાણી માં ૧૦ મિનિટ સુધી રાખી મૂકો.
  3. ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો.
  4. તેમાં ચપટી મીઠું નાખો.
  5. હવે પાણીમાં પલાળેલી ચિપ્સ તેમાં નાખો.
  6. ૫-૭ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો.
  7. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
  8. ચિપ્સ ને રૂમાલ વડે લુછી લો.
  9. તેને એક બાઉલમાં નાખો.
  10. તેમાં મીઠું મરી પાવડર અને કોનફલોર ઉમેરો.
  11. બરાબર મિક્સ કરી લો અને ફ્રીઝરમાં દસ મિનીટ સુધી મૂકો.
  12. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો
  13. તેલ ગરમ થાય એટલે તેમાં ચિપ્સ ને તળી લો.
  14. બ્રાઉન રંગની થાય ત્યાંસુધી તળો.
  15. ત્યારબાદ એક બાઉલમાં તેમાં સંચળ પાવડર અને મરી પાવડર ઉમેરીને મિક્સ કરો.
  16. ટોમેટો કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર