હોમ પેજ / રેસિપી / સોયા મંચુરીયન

Photo of Soya manchurian by Dhara joshi at BetterButter
629
2
0.0(0)
0

સોયા મંચુરીયન

Oct-02-2018
Dhara joshi
25 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સોયા મંચુરીયન રેસીપી વિશે

સોયા ચંકસ માથી બનતી આ હેલ્ધી અને પૌષ્ટિક વાનગી છે. જે બાળકો અને વડીલો માટે બંનેને ને ભાવતી સ્વાદિષ્ટ વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ચાઇનીઝ
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ સોયા વડી ( સોયા ચંકસ )
  2. 3 મોટી ચમચી કોર્ન ફલોર
  3. 2 મોટી ચમચી મેંદો
  4. 1 મોટી ચમચી આદુ લસણ ની પેસ્ટ
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. 1 મોટી ચમચી લાલ મરચા ની ભૂકી
  7. તળવા માટે તેલ જરૂર મુજબ
  8. 2 મોટી ચમચી લીલા સિમલા મરચા
  9. 2 મોટી ચમચી ડુંગળી
  10. 2 મોટી ચમચી કોબીજ ( ખમણેલ )
  11. 1 મોટી ચમચી સોયા સોસ
  12. 1 મોટી ચમચી લાલ મરચા સોસ
  13. 1/2 ચમચી વીનેગર
  14. 2 મોટી ચમચી લાલ ટમેટા સોસ

સૂચનાઓ

  1. મોટા પહોળા વાસણ મા સોયા વડી મા ગરમ પાણી નાખી 15 મીનીટ માટે રહેવા દો.
  2. પછી તેને નીચોવી લો. તેમા આદુ મરચા ની પેસ્ટ, મીઠુ, લાલ મરચા પાવડર , મેદો અને કોનઁ ફલોર નાખી મિકસ કરો.
  3. હવે ગરમ તેલ મા તળી લો અને જે પાવડર વધે તેમા જરાક પાણી ઉમેરી સ્લરી બનાવી લો.
  4. કઢાઇ માટે 2 ચમચી તેલ લો. તેમા ડુંગળી , સિમલા મરચા અને કોબીજ નાખી સાતળો.
  5. સોયા સોસ, રેડ ચીલી સોસ અને વીનેગર, કોર્ન ફલોર ની સ્લરી અને ટમેટા સોસ નાખી મિક્સ કરો
  6. સોયા વડી નાખી મિક્સ કરો.
  7. બરાબર મિક્સ કરો જેથી મસાલા વડી પર ચોટી જાય.
  8. તૈયાર છે જટપટ અને પૌષ્ટિક સોયા મંચુરીયન

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર