Open in app

સ્ટફ્ડ બટાટા વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Anjali Kataria2nd Oct 2018

Stuffed Potato Wada ના વિશે

Ingredients to make Stuffed Potato Wada in gujarati

  • અ) વડા માટે
  • ૫-૬ નાના બાફેલા બટેકા
  • બ) ચટણી માટે
  • ૧ કપ આંબલી
  • ૧/૨ કપ ખજૂર
  • ૧/૨ કપ ગોળ
  • ૧/૪ નાની ચમચી સંચળ પાઉડર
  • ૧/૨ નાની ચમચી લાલ મરચું પાવડર
  • ૧ નાની ચમચી તેલ
  • ૧ તમાલ પત્ર
  • ૨-૩ એલચી
  • ૧-૨ લવિંગ
  • ૧ તજ
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂરિયાત મુજબ
  • ક) તળવા માટે
  • ૨ કપ ચણા નો લોટ
  • ૧ લીંબુ નો રસ
  • ચપટી મીઠું
  • ચપટી હિંગ
  • ૧/૨ નાની ચમચી બેકિંગ સોડા
  • જરૂરત મુજબ પાણી

How to make Stuffed Potato Wada in gujarati

  1. બટેટા ને બાફી ને તેની છાલ કાઢી લો.
  2. બટેટા ના વચ્ચેથી બે ભાગ કરી લો
  3. એક તરફ મુકો.
  4. હવે કડાઈ લો.
  5. તેમાં તેલ ગરમ કરવા મુકો.
  6. તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, તજ, લવિંગ અને એલચી નાખો.
  7. મસાલા નો સ્વાદ બેસી જાય એટલે તેમાં આંબલી, ખજૂર અને ગોળ નાખો.
  8. સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું પાવડર પણ નાખો.
  9. જરૂર મુજબ પાણી નાખીને મિશ્રણને પાંચથી દસ મિનિટ સુધી ઉકળવા દો.
  10. તેમાં સંચળ પાવડર પણ ઉમેરો.
  11. બરાબર મિક્સ કરી લો અને મિશ્રણ ઘાટું થાય ત્યાં સુધી ઉકાળો.
  12. હવે આ મિશ્રણને ચારણીથી ચાળી લો.
  13. મિશ્રણ ઘટ્ટ હોવું જરૂરી છે.
  14. હવે બે બટેકા ના ભાગ વચ્ચે આ મિશ્રણને લગાડો.
  15. આ રીતે બધા બટેકા વચ્ચે આમલીના મિશ્રણને લગાડીને એક તરફ મુકો.
  16. હવે એક બાઉલ લો.
  17. તેમાં ચણાનો લોટ ઉમેરો.
  18. હિગ પણ ઉમેરો.
  19. પાણી નાખીને બરાબર મિક્સ કરી લો.
  20. બટેટા વડા માં જેવું મિશ્રણ બનાવી એ તેવું મિશ્રણ બનાવવું.
  21. હવે તેમાં મીઠું નાખો.
  22. લીંબુનો રસ અને બેકિંગ સોડા નાખો.
  23. બરાબર મિક્સ કરી લો.
  24. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
  25. તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા બટેકા ને ચણાના લોટના મિશ્રણમાં ડુબાડીને તળી લો.
  26. બટાટા વડા તળીયે તે પ્રકારે તળવા.
  27. ગરમાગરમ આમલીની ચટણી સાથે સર્વ કરો.

Reviews for Stuffed Potato Wada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stuffed Potato Wada in gujarati

  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • બટતા વડા

    23 likes
  • બટાટા ૬૫

    5 likes