હોમ પેજ / રેસિપી / સ્ટફ્ડ બટાટા વડા

Photo of Stuffed Potato Wada by Anjali Kataria at BetterButter
377
4
0.0(0)
0

સ્ટફ્ડ બટાટા વડા

Oct-02-2018
Anjali Kataria
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ્ડ બટાટા વડા રેસીપી વિશે

આ મારી અનોખી રેસિપી છે. બાફેલા બટાકા માથી બનતી હોવાથી નાના બાળકોને ખુબ જ પસંદ છે. તેમજ તેની વચ્ચે મેં આમલી ની પ્યુરી સ્તુ્ફ કરી હોવા થી ખાટો મીઠો સ્વાદ આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • પીસવું
  • બાફવું
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. અ) વડા માટે
  2. ૫-૬ નાના બાફેલા બટેકા
  3. બ) ચટણી માટે
  4. ૧ કપ આંબલી
  5. ૧/૨ કપ ખજૂર
  6. ૧/૨ કપ ગોળ
  7. ૧/૪ નાની ચમચી સંચળ પાઉડર
  8. ૧/૨ નાની ચમચી લાલ મરચું પાવડર
  9. ૧ નાની ચમચી તેલ
  10. ૧ તમાલ પત્ર
  11. ૨-૩ એલચી
  12. ૧-૨ લવિંગ
  13. ૧ તજ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. પાણી જરૂરિયાત મુજબ
  16. ક) તળવા માટે
  17. ૨ કપ ચણા નો લોટ
  18. ૧ લીંબુ નો રસ
  19. ચપટી મીઠું
  20. ચપટી હિંગ
  21. ૧/૨ નાની ચમચી બેકિંગ સોડા
  22. જરૂરત મુજબ પાણી

સૂચનાઓ

  1. બટેટા ને બાફી ને તેની છાલ કાઢી લો.
  2. બટેટા ના વચ્ચેથી બે ભાગ કરી લો
  3. એક તરફ મુકો.
  4. હવે કડાઈ લો.
  5. તેમાં તેલ ગરમ કરવા મુકો.
  6. તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, તજ, લવિંગ અને એલચી નાખો.
  7. મસાલા નો સ્વાદ બેસી જાય એટલે તેમાં આંબલી, ખજૂર અને ગોળ નાખો.
  8. સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું પાવડર પણ નાખો.
  9. જરૂર મુજબ પાણી નાખીને મિશ્રણને પાંચથી દસ મિનિટ સુધી ઉકળવા દો.
  10. તેમાં સંચળ પાવડર પણ ઉમેરો.
  11. બરાબર મિક્સ કરી લો અને મિશ્રણ ઘાટું થાય ત્યાં સુધી ઉકાળો.
  12. હવે આ મિશ્રણને ચારણીથી ચાળી લો.
  13. મિશ્રણ ઘટ્ટ હોવું જરૂરી છે.
  14. હવે બે બટેકા ના ભાગ વચ્ચે આ મિશ્રણને લગાડો.
  15. આ રીતે બધા બટેકા વચ્ચે આમલીના મિશ્રણને લગાડીને એક તરફ મુકો.
  16. હવે એક બાઉલ લો.
  17. તેમાં ચણાનો લોટ ઉમેરો.
  18. હિગ પણ ઉમેરો.
  19. પાણી નાખીને બરાબર મિક્સ કરી લો.
  20. બટેટા વડા માં જેવું મિશ્રણ બનાવી એ તેવું મિશ્રણ બનાવવું.
  21. હવે તેમાં મીઠું નાખો.
  22. લીંબુનો રસ અને બેકિંગ સોડા નાખો.
  23. બરાબર મિક્સ કરી લો.
  24. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
  25. તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા બટેકા ને ચણાના લોટના મિશ્રણમાં ડુબાડીને તળી લો.
  26. બટાટા વડા તળીયે તે પ્રકારે તળવા.
  27. ગરમાગરમ આમલીની ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર