Open in app

ચીઝ સેઝવાન ફ્રેન્કી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
alok chatt2nd Oct 2018

CHEESE SEZWAN FRANKY ના વિશે

Ingredients to make CHEESE SEZWAN FRANKY in gujarati

  • વધેલી રોટલી 4 નંગ
  • કોબીનું ખમણ 1 નાની વાડકી
  • ગાજરનું ખમણ 1 નાની વાડકી
  • કેપ્સિકમ અડધું
  • બિટનું ખમણ 1 નાની વાડકી(ઓપશનલ)
  • બાફેલું બટેકું 1 નંગ મોટું
  • માયોનિઝ 1 ટેબલસ્પૂન
  • ઓરેગાનો સ્વાદ અનુસાર
  • ચીલી ફ્લેક્સ સ્વાદ અનુસાર
  • મીઠું સ્વાદ અનુસાર
  • સેઝવાન ચટણી 1 ટેબલસ્પૂન
  • ચીઝ 2 ક્યુબ
  • તેલ શેકવા પૂરતું

How to make CHEESE SEZWAN FRANKY in gujarati

  1. સૌ પ્રથમ એક મોટું બટેકુ બાફી લેવું.
  2. કોબી, બીટ અને ગાજર ખમણી લેવું તથા કેપ્સિકમ ઝીણું સમારી લેવું.
  3. એક વાડકીમાં સેઝવાન ચટણી લઈને તેમાં થોડું પાણી ઉમેરીને સહેલી કરી લેવી.
  4. બટેકું બફાઈ જાય એટલે તેની છાલ ઉતારીને તેનો માવો બનાવી લેવો.
  5. બટેકાના માવામાં મીઠું, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાંખીને સરખો મિક્સ કરી લેવો.
  6. એક બાઉલમાં કોબી, ગાજર, બીટ અને કેપ્સિકમ લઈને તેમાં માયોનિઝ અને ઓરેગાનો નાંખીને બરાબર મિક્ષ કરી દેવું.
  7. હવે એક રોટલી લઈને તેની પર સહેલી કરેલી સેઝવાન ચટણી લગાવવી.
  8. ત્યાર પછી રોટલી પર વચ્ચેના ભાગમાં બટેકાના માવાનું લેયર કરવું.
  9. તેની ઉપર માયોનિઝવાળું મિશ્રણ લગાવવું. હવે તેની પર ચીઝ ખમણી લેવું.
  10. હવે રોટલીનો બંને બાજુ ફોલ્ડ કરી લેવી અને એક તવી પર થોડું તેલ મૂકીને શેકવી.
  11. એક બાજુ શેકાય જાય પછી ઉથલાવીને બીજી બાજુ શેકી લેવી.
  12. બંને બાજુ શેકાય જાય એટલે ટોમેટો સોસ સાથે સર્વ કરો ચીઝ સેઝવાન ફ્રેન્કી.

Reviews for CHEESE SEZWAN FRANKY in gujarati (0)

No reviews yet.

Recipes similar to CHEESE SEZWAN FRANKY in gujarati

  • ચીઝ

    3 likes
  • ચીઝ બોલ

    0 likes
  • ફ્રેન્કી

    5 likes
  • ફ્રેન્કી

    2 likes
  • ફ્રેન્કી

    4 likes
  • ફ્રેન્કી

    1 likes