હોમ પેજ / રેસિપી / ચીઝ સેઝવાન ફ્રેન્કી

Photo of CHEESE SEZWAN FRANKY by alok chatt at BetterButter
284
2
0.0(0)
1

ચીઝ સેઝવાન ફ્રેન્કી

Oct-02-2018
alok chatt
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ સેઝવાન ફ્રેન્કી રેસીપી વિશે

વધેલી રોટલીનો સદુપયોગ કરીને બનતી એકદમ ટેસ્ટી ડિશ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મેક્સિકન
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. વધેલી રોટલી 4 નંગ
  2. કોબીનું ખમણ 1 નાની વાડકી
  3. ગાજરનું ખમણ 1 નાની વાડકી
  4. કેપ્સિકમ અડધું
  5. બિટનું ખમણ 1 નાની વાડકી(ઓપશનલ)
  6. બાફેલું બટેકું 1 નંગ મોટું
  7. માયોનિઝ 1 ટેબલસ્પૂન
  8. ઓરેગાનો સ્વાદ અનુસાર
  9. ચીલી ફ્લેક્સ સ્વાદ અનુસાર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. સેઝવાન ચટણી 1 ટેબલસ્પૂન
  12. ચીઝ 2 ક્યુબ
  13. તેલ શેકવા પૂરતું

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક મોટું બટેકુ બાફી લેવું.
  2. કોબી, બીટ અને ગાજર ખમણી લેવું તથા કેપ્સિકમ ઝીણું સમારી લેવું.
  3. એક વાડકીમાં સેઝવાન ચટણી લઈને તેમાં થોડું પાણી ઉમેરીને સહેલી કરી લેવી.
  4. બટેકું બફાઈ જાય એટલે તેની છાલ ઉતારીને તેનો માવો બનાવી લેવો.
  5. બટેકાના માવામાં મીઠું, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાંખીને સરખો મિક્સ કરી લેવો.
  6. એક બાઉલમાં કોબી, ગાજર, બીટ અને કેપ્સિકમ લઈને તેમાં માયોનિઝ અને ઓરેગાનો નાંખીને બરાબર મિક્ષ કરી દેવું.
  7. હવે એક રોટલી લઈને તેની પર સહેલી કરેલી સેઝવાન ચટણી લગાવવી.
  8. ત્યાર પછી રોટલી પર વચ્ચેના ભાગમાં બટેકાના માવાનું લેયર કરવું.
  9. તેની ઉપર માયોનિઝવાળું મિશ્રણ લગાવવું. હવે તેની પર ચીઝ ખમણી લેવું.
  10. હવે રોટલીનો બંને બાજુ ફોલ્ડ કરી લેવી અને એક તવી પર થોડું તેલ મૂકીને શેકવી.
  11. એક બાજુ શેકાય જાય પછી ઉથલાવીને બીજી બાજુ શેકી લેવી.
  12. બંને બાજુ શેકાય જાય એટલે ટોમેટો સોસ સાથે સર્વ કરો ચીઝ સેઝવાન ફ્રેન્કી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર