હોમ પેજ / રેસિપી / ભાતના રસાવાળા મૂઠીયા

Photo of Rice Muthiya in buttermilk by Meghna Sodha at BetterButter
371
4
0.0(0)
0

ભાતના રસાવાળા મૂઠીયા

Oct-03-2018
Meghna Sodha
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભાતના રસાવાળા મૂઠીયા રેસીપી વિશે

સવારના ભોજનમાં જો ભાત વધ્યો હોય તો આ રેસિપી માં તેનો ઉપયોગ કરી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ રાંધેલા ભાત
  2. ૧ કપ ચણાનો લોટ
  3. ૧/૨ કપ ઘઉંનો કરકરો લોટ
  4. ૧ બાઉલ ખાટી છાશ
  5. લાલ મરચું
  6. હળદર
  7. મીઠું
  8. ધાણાજીરું
  9. રાઈ
  10. ૨ ચપટી સોડા
  11. હિંગ
  12. અજમો

સૂચનાઓ

  1. સૈ પ્રથમ એક બાઉલમાં ભાત, બંને લોટ, મસાલા, સોડા નાખી મિક્સ કરો.
  2. મુઠીયા વળાય તેવી કણક બાંધો
  3. તેમાંથી નાના નાના મુઠીયા વાળી લો.
  4. અેક બાઉલમાં છાશ લઈ તેમાં હળદર, મીઠું, મરચું અને ધાણાજીરું ઉમેરો
  5. હવે એક કઢાઈમાં તેલ લઇ રાઈ, અજમા અને હીંગનો વઘાર કરો.
  6. તેમાં છાશ ઉમેરો
  7. થોડી ગરમ થાય અને ઊકળે તે પહેલાં મુઠીયા ઉમેરો.
  8. મુઠીયા ચડે ત્યા સુધી ઉકાળો.
  9. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.
  10. ગરમ ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર