હોમ પેજ / રેસિપી / વેજ નરગીસી કોફતા

Photo of Veg nargishi kofta by Avani Desai at BetterButter
323
3
0.0(0)
0

વેજ નરગીસી કોફતા

Oct-03-2018
Avani Desai
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ નરગીસી કોફતા રેસીપી વિશે

વેજ નરગીસી કોફતા રેસિપી મે જૈન રીતે બનાવી છે, જેમાં મે બટાકા ની જગ્યા એ પનીર અને મેંદા નો ઉપયોગ કરયો છે. ગે્વી પણ કાદા,લસણ વગરની છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • તળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ગે્વી માટે:
  2. 5 થી 6 મિડીયમ ટામેટાં
  3. 1/4 કપ મગજતરી ના બી
  4. 1/2 કપ કાજુ ના ટુકડા
  5. 3 સુકા કાશમીરી લાલ મરચાં
  6. 2 ટેબલ સ્પૂન બટર
  7. 1 ટેબલ સ્પૂન તેલ
  8. 1/2 ટી સ્પૂન હળદર
  9. 2 ટી સ્પૂન કિચન કીગ મસાલો
  10. 2 ટી સ્પૂન કસુરી મેથી
  11. 1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. કોફતા માટે:
  14. 1 કપ પનીર
  15. 1/4 કપ મેંદો
  16. 2 ટેબલ સ્પૂન ગુલાબજાબુ નો સુકો લોટ
  17. મીઠું સ્વાદ પ્રમાણે
  18. તેલ તળવા માટે
  19. સ્ટફિંગ માટે:
  20. 1 ટેબલ સ્પૂન બાફેલા મકાઈના દાણા
  21. 1 ટેબલ સ્પૂન કોબીજ જીણી સમારેલી
  22. 1 ટેબલ સ્પૂન કેપ્સિકમ જીણુ સમારેલું
  23. 1 ટી સ્પૂન લીલા મરચાં જીણા સમારેલા

સૂચનાઓ

  1. કોફતા નુ સ્ટફિંગ તૈયાર કરવા માટે: એક બાઉલમાં મકાઈના દાણા,કોબીજ, કેપ્સિકમ,લીલા મરચાં અને મીઠું મિક્સ કરો.
  2. કોફતા ના બહારના પડ માટે: પનીર ને છીણી લો તેમાં મેંદો,ગુલાબજાંબુ નો સુકો લોટ અને મીઠું ઉમેરી લોટ બાધી લો.
  3. પનીર ના લોટ ને હથેળીમાં થેપી તેમાં સ્ટફિંગ ભરી કોફતા વાળી તેને ગરમ તેલમાં તળી લો.
  4. ગે્વી માટે : એક પેન માં તેલ અને બટર ઞરમ કરો. તેમા મગજતરી ના બીયા,કાજુ ના ટુકડા, ટામેટાં અને સુકા કાશમીરી લાલ મરચાં ઉમેરી સાતળો.
  5. ટામેટાં સોફટ થઈ જાય ત્યાં સુધી મિડીયમ ફાસ્ટ ગેસ પર સાતળો. મિકસર ને ઠંડુ થવા દેવુ.પછી મિક્ષર મા ગે્વી વાટી લો. જરૂર પડે તો પાણી ઉમેરો.
  6. હવે એક કડાઈમાં મા ગે્વી લો,તેમાં લાલ મરચું પાવડર, મીઠું, કિચન કીગ મસાલો, કસુરી મેથી અને જરૂર મુજબ પાણી ઉમેરી ઉકાળો.તેલ કે બટર લેવા ની જરૂર નથી.
  7. ગે્વી માં કોફતા ઉમેરો.
  8. કોથમીર થી સજાવી નાન,પરોઠા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર