હોમ પેજ / રેસિપી / સ્વામિનારાયણ ખીચડી

Photo of Swaminarayan khichdi by Bhumi G at BetterButter
1159
5
0.0(0)
0

સ્વામિનારાયણ ખીચડી

Oct-03-2018
Bhumi G
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વામિનારાયણ ખીચડી રેસીપી વિશે

આ ખીચડી ખુબજ સ્વાદિષ્ટ છે અને પૌષ્ટિક પણ છે.મને તો ખુબજ ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ કપ ખીચડી ના ચોખા
  2. ૧/૨ કપ તુવેરની દાળ
  3. ૨ લવિંગ
  4. ૧ તજ નો ટુકડો
  5. નમક સ્વાદાનુસાર
  6. ૧ નાની ચમચી આદું ની પેસ્ટ
  7. ૧ નાની ચમચી રાઈ
  8. ૧ નાની ચમચી હળદરનો પાવડર
  9. ૨ નાની ચમચી લાલ મરચું પાવડર
  10. ૨/૩ લીલા મરચા
  11. ૧ બટાકું
  12. ૧ ટામેટું
  13. ૧ કપ મિક્સ વેજીટેબલ ( વટાણા,શિમલામીર્ચ,ગાજર)
  14. ૧/૪ કપ શીંગ દાણા
  15. ૨ ચમચી ઘી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ દાળ અને ચોખા ધોઈ લો.
  2. કૂકર માં ૨ ચમચી ઘી નાખી ગરમ કરો
  3. રાઈ, આદુ ની પેસ્ટ ,લાલ મરચું, તમાલપત્ર , હળદર નાખી સાંતળી લો
  4. હવે બધાજ શાકભાજી અને શીંગ દાણા નાખી ૨ મિનિટ માટે સાંતળી લો.
  5. હવે દાળ અને ચોખા નાખી મરચું પાવડર ઉમેરો અને ૫/૬ કપ પાણી નાખી કૂકર બંધ કરી દો.
  6. કૂકર માં ૪ સિટી વગાડી ગેસ બંધ કરી દો.
  7. કૂકર ઠંડુ થાય પછી ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર