હોમ પેજ / રેસિપી / પાલક મસાલા રાઈસ

Photo of Spinich Masala Rice by Rani Soni at BetterButter
501
3
0.0(0)
0

પાલક મસાલા રાઈસ

Oct-03-2018
Rani Soni
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક મસાલા રાઈસ રેસીપી વિશે

પાલક મસાલા રાઈસ ને મે લેમ્પ મૂકી સાથે કોલ્ડ ડિ્ંક મૂકી કેન્ડલ લાઈટ ડિનર નો ટચ આપ્યો છે.કોણ કહે છે ડુંગળી લસણ વગર જમવાનું ટેસ્ટી ના લાગે? બનાવો આ પાલક મસાલા રાઈસ જે અેકદમ ઝડપી,સુંદર અને સ્વાદિષ્ટ છે.પાલક માં એન્ટીઑકિસડન્ટં સમૃદ્ધ હોવા થી તેમજ પોષક મૂલ્યો વિટામિન્સ, ખનિજો, મેગ્નેશિયમ લોહસ્રોત હોવાના કારણે તે અસ્થમા, કેન્સર, બ્લડ પ્રેશરને અટકાવવામાં તેમજ શરીર ના હાડકા ને સુધારવામાં સહાયતા કરે છે.તો બનાવો આ રેસીપી જે સુંદર મોંમા પાણી આવી જાય એવી તો છે સાથે હેલ્થી પણ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ બાસમતી ચોખા
  2. 1 /2 કપ સમારેલી પાલક
  3. 1/2 ટામેટું નાનું સમારેલ
  4. 2 ચમચી તેલ
  5. 1/2 ચમચી જીરુ
  6. 1/2 ચમચી આદુ છીણેલું
  7. 1/2 ચમચી લીલા મરચાં પેસ્ટ
  8. 1/4 ચમચી હળદર પાવડર
  9. 1 /4 ચમચી ગરમ મસાલો
  10. મીઠું જરુર મુજબ
  11. 1 નાની ચમચી લાલ મરચું પાવડર
  12. 1 ચમચી લીંબુ નો રસ
  13. ટામેટા ,પાપડ,કોથમીર સજાવવા જરુર મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખાને ધોઈ 1/2 કલાક પલાળી રાખો
  2. કૂકર માં તેલ લો
  3. ગરમ થાય અેટલે જીરું નાંખો
  4. તેમાં લીલા મરચા પેસ્ટ, આદુ ઉમેરી સાંતળો
  5. હવે ટામેટા અને પાલક ઉમેરો સાંતળો
  6. તેમાં મીઠું,હળદર ઉમેરો બરાબર મિક્સ કરો
  7. હવે પલાળી રાખેલા રાઈસ ઉમેરી બરાબર મિક્સ કરી લો
  8. તેમાં લાલ મરચુ પાવડર,ગરમ મસાલો ઉમેરો
  9. 2 કપ પાણી ઉમેરી મિકસ કરો
  10. લીંબુ નો રસ ઉમેરો
  11. 2 સિટી લઈ લો
  12. ગેસ બંધ કરો કૂકર ઠંડુ થાય અેટલે પાલક મસાલા રાઈસ ને ટામેટા,પાપડ,કોથમીર ના પાન થી ગાર્નિશ કરી
  13. ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે પાલક મસાલા રાઈસ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર