Open in app

સેવ ખમણી – અમીરી ખમણ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Leena Sangoi3rd Oct 2018

Sev khamani _Amiri khaman ના વિશે

Ingredients to make Sev khamani _Amiri khaman in gujarati

  • 1 વાટકી ચણાનો લોટ
  • 2 ચમચી રવો
  • 1 કપ ખાટુ દહીં
  • 1 ચમચી ઈનો
  • અડધી ચમચી મીઠું
  • નાયલોન સેવ
  • થોડાક દાડમના દાણા
  • સુકી દ્વાક્ષ અને કાજુના ટુકડા
  • ઝીણી સમારેલી કોથમીર
  • તાજું નારિયેળનું ખમણ
  • વધાર માટે-3-4 મીઠા લીમડાના પાન
  • લીલા મરચાં અને આદુ ની પેસ્ટ
  • 3 ચમચી ખાંડ
  • 1 ગ્લાસ પાણી

How to make Sev khamani _Amiri khaman in gujarati

  1. ચણાનો લોટ, રવો અને દહીં મિક્સ કરો. આ મિશ્રણમાં મીઠું અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરીને ઢોકળા જેવુ ખીરું તૈયાર કરો.
  2. જરુર પડે તો તેમાં પાણી ઉમેરો .
  3. અને આ ખીરાને ૨૦ મિનિટ પલાળી રાખો.
  4. ઢોકળાના સ્ટીમર અથવા તપેલીમાં કાઠો મુકીને પાણી ગરમ થવા દો.
  5. એક ડીશને તેલથી ગ્રીસ કરીને તેમાં મુકો.
  6. ખીરામાં એક ચમચી ઈનો નાખો. ખીરાને એક દિશામાં સતત હલાવો.
  7. હવે ખીરાને ગરમ થવા મુકેલી ડીશમાં રેડો અને તરત જ ઢાંકો.
  8. 10 મિનિટ જેટલું સ્ટીમ થવા દો અને ખમણ સરખા બફાઈ જાય તો તેને ગેસ પરથી ઉતારી લો.
  9. હવે એક પેનમાં એક ચમચી તેલ નાખો અને રાઈ તતડાવો.
  10. આ સિવાય મીઠા લીમાડાના પાન અને સમારેલા લીલા મરચાં પણ નાખો.
  11. લીમડો અને મરચા તતડે એટલે તેમાં એક ગ્લાસ પાણી અને ખાંડ ઉમેરો.
  12. વઘાર વાળું પાણી થોડું ઠરે અને નવશેકું હોય ત્યારે ખમણ પર રેડો.
  13. પાણી નાખતા પહેલા ખમણના પીસ પાડી લેવા.
  14. હવે આ ખમણને એક બાઉલમાં લઈ ભુક્કો કરી નાખો.
  15. ખમણના ભુકામાં નાયલોન સેવ, દાડમના દાણા, ઝીણી સમારેલી કોથમીર,નારિયેળનું ખમણ,કાજુ ટુકડા, દ્વાક્ષ નાખીને ગાર્નિશ કરો.
  16. તૈયાર છે સેવ ખમણી.

Reviews for Sev khamani _Amiri khaman in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sev khamani _Amiri khaman in gujarati

  • સેવ ખમણી

    3 likes
  • સેવ ખમણી

    0 likes