હોમ પેજ / રેસિપી / સેવ ખમણી – અમીરી ખમણ

Photo of Sev khamani _Amiri khaman by Leena Sangoi at BetterButter
585
2
0.0(0)
0

સેવ ખમણી – અમીરી ખમણ

Oct-03-2018
Leena Sangoi
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ ખમણી – અમીરી ખમણ રેસીપી વિશે

ગુજરાતની પ્રખ્યાત વાનગીઓમાંથી એક છે સેવ ખમણી.સેવ ખમણી – અમીરી ખમણી એ મૂળ તો સુરતી ચટાકાની વાનગી છે. સેવ ખમણી ને અમીરી ખમણી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં તેલનું પ્રમાણ ઉપયોગમાં વધુ લેવાતું હોય છે. જે કારણે તે અમીરી ખમણી પણ કહેવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 વાટકી ચણાનો લોટ
  2. 2 ચમચી રવો
  3. 1 કપ ખાટુ દહીં
  4. 1 ચમચી ઈનો
  5. અડધી ચમચી મીઠું
  6. નાયલોન સેવ
  7. થોડાક દાડમના દાણા
  8. સુકી દ્વાક્ષ અને કાજુના ટુકડા
  9. ઝીણી સમારેલી કોથમીર
  10. તાજું નારિયેળનું ખમણ
  11. વધાર માટે-3-4 મીઠા લીમડાના પાન
  12. લીલા મરચાં અને આદુ ની પેસ્ટ
  13. 3 ચમચી ખાંડ
  14. 1 ગ્લાસ પાણી

સૂચનાઓ

  1. ચણાનો લોટ, રવો અને દહીં મિક્સ કરો. આ મિશ્રણમાં મીઠું અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરીને ઢોકળા જેવુ ખીરું તૈયાર કરો.
  2. જરુર પડે તો તેમાં પાણી ઉમેરો .
  3. અને આ ખીરાને ૨૦ મિનિટ પલાળી રાખો.
  4. ઢોકળાના સ્ટીમર અથવા તપેલીમાં કાઠો મુકીને પાણી ગરમ થવા દો.
  5. એક ડીશને તેલથી ગ્રીસ કરીને તેમાં મુકો.
  6. ખીરામાં એક ચમચી ઈનો નાખો. ખીરાને એક દિશામાં સતત હલાવો.
  7. હવે ખીરાને ગરમ થવા મુકેલી ડીશમાં રેડો અને તરત જ ઢાંકો.
  8. 10 મિનિટ જેટલું સ્ટીમ થવા દો અને ખમણ સરખા બફાઈ જાય તો તેને ગેસ પરથી ઉતારી લો.
  9. હવે એક પેનમાં એક ચમચી તેલ નાખો અને રાઈ તતડાવો.
  10. આ સિવાય મીઠા લીમાડાના પાન અને સમારેલા લીલા મરચાં પણ નાખો.
  11. લીમડો અને મરચા તતડે એટલે તેમાં એક ગ્લાસ પાણી અને ખાંડ ઉમેરો.
  12. વઘાર વાળું પાણી થોડું ઠરે અને નવશેકું હોય ત્યારે ખમણ પર રેડો.
  13. પાણી નાખતા પહેલા ખમણના પીસ પાડી લેવા.
  14. હવે આ ખમણને એક બાઉલમાં લઈ ભુક્કો કરી નાખો.
  15. ખમણના ભુકામાં નાયલોન સેવ, દાડમના દાણા, ઝીણી સમારેલી કોથમીર,નારિયેળનું ખમણ,કાજુ ટુકડા, દ્વાક્ષ નાખીને ગાર્નિશ કરો.
  16. તૈયાર છે સેવ ખમણી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર