Open in app

ક્રર્ન્ચી આલૂ પાલક કરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Rani Soni4th Oct 2018

Crunchy Aloo palak curry ના વિશે

Ingredients to make Crunchy Aloo palak curry in gujarati

  • 250 ગ્રામ પાલક
  • 1-2 લીલા મરચા
  • 1/2 ઇંચ આદું છીણેલુ
  • 1 ઝીણું સમારેલ ટામેટું
  • 1/2 ટી સ્પૂન જીરું
  • 1 સૂકુ આખું લાલ મરચું
  • 1/2 ટી સ્પૂન હળદર
  • 1/2 ટી સ્પૂન લાલ મરચું
  • 1/2 ટી સ્પૂન ગરમ મસાલો
  • 4 નાના બાફેલા બટાકા
  • 2 ટે સ્પૂન ઘી/ બટર
  • મીઠું જરુરમુજબ
  • 1/2 ચમચી લીંબુ નો રસ
  • ક્રીમ 1 ટેબલ સ્પૂન
  • 1 ટી સ્પૂન કોથમીર
  • 1 પાપડ શેકેલો અને ચૂરો કરેલ
  • 3-4 ટામેટા ની રિંગ્સ

How to make Crunchy Aloo palak curry in gujarati

  1. પાલકને ધોઈ 4 કપ પાણીમાં 2-3 મિનીટ માટે ઉકાળી ઠંડા પાણીમાં કાઢી લેવી, જેથી પાલકનો કલર જળવાઈ રહેશે
  2. પાલકને પાણીમાંથી નિતારી મિક્સર જારમાં લઈ લીલા મરચા ઉમેરી અધકચરી જ પેસ્ટ બનાવવી.
  3. એક પેનમાં ઘી કે બટર લઈ જીરું નો વઘાર કરવો
  4. સૂકુ આખું લાલ મરચું નાંખો
  5. આદું નાંખવું સાંતળવું
  6. ટામેટા ઉમેરી નરમ પડે ત્યાં સુધી સાંતળવા
  7. તેમાં હળદર, મરચું, ઉમેરી મિક્સ કરવું
  8. હવે પાલકની અધકચરી પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો
  9. થોડું પાણી અને મીઠું ઉમેરી 3-4 મિનીટ ઉકાળો
  10. તેમાં ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો
  11. બાફેલા બટાકા ના ટુકડા ઉમેરી 1-2 મિનીટ કૂક કરો ગેસ બંધ કરો
  12. લીંબુ નો રસ ઉમેરો મિકસ કરો
  13. ગેસ બંધ કરો
  14. સબ્જી ને ક્રીમ, કોથમીર, શેકેલા પાપડ નો ચૂરો 3-4 ટામેટા ની રિંગ્સથી ગારનિશ કરો
  15. તૈયાર છે ક્રર્ન્ચી આલૂ પાલક કરી

Reviews for Crunchy Aloo palak curry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Crunchy Aloo palak curry in gujarati

  • આલૂ પાલક કરી

    1 likes
  • દિલખુશ આલૂ કરી

    6 likes
  • પાલક મખાના કરી

    4 likes
  • મટર કરી વીથ સૈફન આલૂ

    1 likes
  • પાલક કોફતા ઇન ટોમેટો કરી

    5 likes