હોમ પેજ / રેસિપી / ક્રર્ન્ચી આલૂ પાલક કરી

Photo of Crunchy Aloo palak curry by Rani Soni at BetterButter
637
5
0.0(0)
0

ક્રર્ન્ચી આલૂ પાલક કરી

Oct-04-2018
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્રર્ન્ચી આલૂ પાલક કરી રેસીપી વિશે

ડુંગળી લસણ વિના ની આ ક્રર્ન્ચી પાલક આલૂ કરી હળવા ભારતીય મસાલા સાથે તૈયાર કરવામાં આવી એક સ્વાદિષ્ટ અને આનંદપ્રદ વાનગી છે. જે સ્વાદપ્રદ,પોષક તત્વો અને સ્વાદિષ્ટ ઘટકોથી ભરપૂર છે. આ વાનગી માં પાપડ ના ચૂરા સાથે પિરસી અલગ જ રીતે તૈયાર કરવામાં આવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પીસવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 250 ગ્રામ પાલક
  2. 1-2 લીલા મરચા
  3. 1/2 ઇંચ આદું છીણેલુ
  4. 1 ઝીણું સમારેલ ટામેટું
  5. 1/2 ટી સ્પૂન જીરું
  6. 1 સૂકુ આખું લાલ મરચું
  7. 1/2 ટી સ્પૂન હળદર
  8. 1/2 ટી સ્પૂન લાલ મરચું
  9. 1/2 ટી સ્પૂન ગરમ મસાલો
  10. 4 નાના બાફેલા બટાકા
  11. 2 ટે સ્પૂન ઘી/ બટર
  12. મીઠું જરુરમુજબ
  13. 1/2 ચમચી લીંબુ નો રસ
  14. ક્રીમ 1 ટેબલ સ્પૂન
  15. 1 ટી સ્પૂન કોથમીર
  16. 1 પાપડ શેકેલો અને ચૂરો કરેલ
  17. 3-4 ટામેટા ની રિંગ્સ

સૂચનાઓ

  1. પાલકને ધોઈ 4 કપ પાણીમાં 2-3 મિનીટ માટે ઉકાળી ઠંડા પાણીમાં કાઢી લેવી, જેથી પાલકનો કલર જળવાઈ રહેશે
  2. પાલકને પાણીમાંથી નિતારી મિક્સર જારમાં લઈ લીલા મરચા ઉમેરી અધકચરી જ પેસ્ટ બનાવવી.
  3. એક પેનમાં ઘી કે બટર લઈ જીરું નો વઘાર કરવો
  4. સૂકુ આખું લાલ મરચું નાંખો
  5. આદું નાંખવું સાંતળવું
  6. ટામેટા ઉમેરી નરમ પડે ત્યાં સુધી સાંતળવા
  7. તેમાં હળદર, મરચું, ઉમેરી મિક્સ કરવું
  8. હવે પાલકની અધકચરી પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો
  9. થોડું પાણી અને મીઠું ઉમેરી 3-4 મિનીટ ઉકાળો
  10. તેમાં ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો
  11. બાફેલા બટાકા ના ટુકડા ઉમેરી 1-2 મિનીટ કૂક કરો ગેસ બંધ કરો
  12. લીંબુ નો રસ ઉમેરો મિકસ કરો
  13. ગેસ બંધ કરો
  14. સબ્જી ને ક્રીમ, કોથમીર, શેકેલા પાપડ નો ચૂરો 3-4 ટામેટા ની રિંગ્સથી ગારનિશ કરો
  15. તૈયાર છે ક્રર્ન્ચી આલૂ પાલક કરી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર