Open in app

પનીર શાષ્લિક સિઝલર્

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  2 people
Anjali Kataria4th Oct 2018

Panner Shashlik Sizzler ના વિશે

Ingredients to make Panner Shashlik Sizzler in gujarati

  • ક) પનીર ટિક્કા માટે
  • ૧ કપ પનીર
  • ૧/૨ કપ કેપ્સીકમ મરચા
  • ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
  • ૧/૨ નાની ચમચી જીરું પાઉડર
  • ૧ નાની ચમચી મિક્સ હર્બસ
  • ૧/૨ નાની ચમચી મરી પાઉડર
  • ૧/૨ નાની ચમચી સંચળ પાઉડર
  • ૧ મોટી ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  • ૧/૨ નાની ચમચી વિનેગર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨-૩ સડી (તુથપીક)
  • ખ) ચીઝ બોલ્સ માટે
  • ૧/૨ કપ ખમણેલું ચીઝ
  • ૧ કપ બાફેલી મકાઈ
  • ૧/૨ નાની ચમચી મરી પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ કપ મેંદો
  • પાણી જરૂરમુજબ
  • ગ) ભાત માટે
  • ૨ કપ ભાત
  • ૩ મોટી ચમચી બટર
  • ૧ નાની ચમચી મિક્સ હર્બસ
  • ૧ મોટી ચમચી પાર્સલી ના પાન
  • ૧/૪ મોટી ચમચી સફેદ મરી પાઉડર
  • ૧/૨ નાની ચમચી લીંબુ નો રસ
  • મીઠું સ્વાદાનુસાર
  • ઘ) મિક્સ વેજિટેબલ માટે
  • ૨ કપ મિક્સ બાફેલા શાભાજી (બ્રોકોલી, ગાજર, ફ્રેન્ચ બિનસ, બેબી કોર્ન વગેરે)
  • ૧ મોટી ચમચી બટર
  • ૧/૨ નાની ચમચી મરી પાઉડર
  • ૧/૨ નાની ચમચી મિક્સ હર્બસ
  • ૧/૨ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  • ૧/૨ નાની ચમચી લીંબુ નો રસ
  • મીઠું સ્વાદાનુસાર
  • ડ) મસાલા સ્પગેટી માટે
  • ૧ કપ બાફેલી સ્પગેટી
  • ૧ મોટી ચમચી બટર
  • ૧/૨ નાની ચમચી કાળા મરી પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ચ) મખ્ખની સોસ માટે
  • ૨ કપ ટામેટા ની પ્યુરી
  • ૧ કપ કાજુ ની પ્યુરી
  • ૩ મોટી ચમચી બટર
  • ૧ મોટી ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
  • ૧/૨ નાની ચમચી મરી પાઉડર
  • ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
  • ૧/૪ નાની ચમચી મિક્સ હર્બસ
  • ૧/૪ નાની ચમચી કસુરી મેથી
  • ૧/૨ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  • ૩ મોટી ચમચી હેવી ક્રીમ
  • મીઠું સ્વાદાનુસાર
  • છ) સજાવા માટે
  • ૫-૬ કોબી ના પાન
  • ૧ કપ પાણી વાળુ બટર (ધુમાડા માટે)

How to make Panner Shashlik Sizzler in gujarati

  1. એક બાઉલ લો.
  2. તેમાં પનીર અને કેપ્સિકમ મરચાં નાખો.
  3. હવે તેમાં લાલ મરચું પાઉડર, જીરું પાઉડર, ગરમ મસાલા પાવડર, મરી પાવડર, સંચળ પાવડર, મિક્સ હર્બસ, આદુ મરચાની પેસ્ટ અને સ્વાદાનુસાર મીઠું નાખો.
  4. બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લો.
  5. હવે એક ટૂથપીક (બાબું સડી) લઈને તેમાં બધા શાકભાજીને ગોઠવો.
  6. એક તરફ રાખો.
  7. હવે એક ગ્રીલ પેન લો અને તેમાં થોડું બટર ગરમ કરો.
  8. પનીર ની સ્ટિક ને તેમાં શેકો.
  9. બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકો.
  10. એક તરફ મુકો.
  11. હવે ચીઝ બોલ્સ માટે એક બાઉલ લો.
  12. તેમાં ચીઝ અને મકાઈના દાણા નાખો.
  13. મરી પાવડર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરો.
  14. હવે તેના નાના-નાના બોલ બનાવી લો.
  15. એક વાડકીમાં મેંદો નાંખો અને જરૂરિયાત મુજબ પાણી નાખો.
  16. બરાબર મિક્સ કરી લો.
  17. ઘાટુ મિશ્રણ બનાવી લો.
  18. હવે એક કડાઈ લો અને તેમાં તેલ ગરમ કરવા મુકો.
  19. બનાવેલા બોલ ને મેંદાના મિશ્રણમાં ડુબાડીને તળો.
  20. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.
  21. એક તરફ મુકો.
  22. મસાલા ભાત માટે એક કડાઈમાં થોડું બટર ગરમ કરવા મૂકો.
  23. તેમાં બાફેલા બાસમતી ભાત નાખો.
  24. હવે તેમાં મિક્સ હર્બસ, સફેદ મરી પાઉડર, પર્સેલી ના પાન અને મીઠું નાખો.
  25. બરાબર મિક્સ કરી લો.
  26. બે મિનિટ સુધી ચઢવા દો.
  27. લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો.
  28. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
  29. એક તરફ મુકો.
  30. હવે એક કડાઈ લો અને તેમાં થોડું બટર ગરમ કરવા મૂકો.
  31. હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખો.
  32. સાંતળી લો.
  33. ત્યારબાદ તેમાં બાફેલા શાકભાજી નાખીને બરાબર મિક્સ કરી લો.
  34. હવે તેમાં કાળા મરી પાવડર, સંચળ પાઉડર, મિક્સ હર્બસ, ચીલી ફ્લેક્સ, લીંબુનો રસ અને સ્વાદાનુસાર મીઠું નાખો.
  35. બરાબર મિક્સ કરી લો.
  36. બે મિનિટ સુધી ચઢવા દો ત્યારબાદ ગેસ બંધ કરી દો.
  37. એક તરફ મુકો.
  38. હવે મસાલા સ્પગેટી માટે કડાઈમાં થોડું બટર ગરમ કરવા મૂકો.
  39. હવે તેમાં બાફેલી સ્પગેટી નાખો.
  40. મીઠું અને કાળા મરી પાવડર નાખો.
  41. બરાબર મિક્સ કરી લો.
  42. એકથી બે મિનિટ સુધી ચઢવા દો ત્યારબાદ ગેસ બંધ કરી દો.
  43. એક તરફ મુકો.
  44. હવે સોસ માટે એક કડાઈમાં થોડું બટર ગરમ કરવા મૂકો.
  45. તેમાં આદુ મરચાની પેસ્ટ નાખીને બરાબર સાંતળી લો.
  46. હવે તેમા ટમેટાની પ્યુરી અને કાજુની પ્યુરી નાખો.
  47. બરાબર મિક્સ કરી લો.
  48. મિક્સ હર્બસ, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, કાળા મરી પાઉડર, લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરી લો.
  49. બે મિનીટ સુધી ઉકળવા દો.
  50. ત્યારબાદ તેમાં હેવી ક્રીમ નાખો.
  51. બરાબર મિક્સ કરી દો.
  52. તેની ઉપર કોથમરી ભભરાવો અને એક તરફ મુકો.
  53. હવે સિઝલર માટે બનાવેલી બધી સામગ્રી એકઠી કરો.
  54. સામગ્રી એકઠી કરો.
  55. હવે એક સિઝલરની પ્લેટ લો.
  56. તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો.
  57. કોબીના પાન ને પ્લેટ ઉપર ગોઠવો.
  58. ત્યારબાદ બનાવેલી બધી સામગ્રીને તેની ઉપર ગોઠવો.
  59. એક થી બે મિનિટ સુધી તેને ગેસ ઉપર ગરમ થવા દો.
  60. બધી સામગ્રી ઉપર મક્ખની સોસ રેડો.
  61. હવે કોબીના પત્તા ની નીચે બટર વાળું પાણી નાખો જેનાથી ધુમાડો થશે.
  62. અને આ બટર ની સુગંધ સીઝલર માં બેસી જશે.
  63. ત્યારબાદ પ્લેટને ગેસ ઉપરથી ઉતારી લો.
  64. ગરમા ગરમ સર્વ કરો.

Reviews for Panner Shashlik Sizzler in gujarati (0)

No reviews yet.

Recipes similar to Panner Shashlik Sizzler in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    13 likes