હોમ પેજ / રેસિપી / પનીર શાષ્લિક સિઝલર્

Photo of Panner Shashlik Sizzler by Anjali Kataria at BetterButter
844
6
0.0(0)
0

પનીર શાષ્લિક સિઝલર્

Oct-04-2018
Anjali Kataria
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર શાષ્લિક સિઝલર્ રેસીપી વિશે

સિઝલર્ એ મારી ફેવરિટ રેસીપી છે. મારા પરિવારમાં બધાને સિઝલર્ ખૂબ જ ભાવે છે. મારો નાનો ભાઈ સિઝલર્ નો શોખીન હોવાથી હું સિઝલર્ ઘરે જ બનાવવાનું પસંદ કરું છું. અને હર વખતે હું પ્રયત્ન કરું છું કે કંઈક અનોખું સિઝલર બનાવું. તેથી આ વખતે મેં કાંદા-લસણ વગરનું પનીર શાસ્લિક સિઝલર્ મખ્ખની સોસ સાથે બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • અમેરિકન
  • શેલો ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • પ્રેશર કુક
  • પીસવું
  • ઉકાળવું
  • તળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ક) પનીર ટિક્કા માટે
  2. ૧ કપ પનીર
  3. ૧/૨ કપ કેપ્સીકમ મરચા
  4. ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
  5. ૧/૨ નાની ચમચી જીરું પાઉડર
  6. ૧ નાની ચમચી મિક્સ હર્બસ
  7. ૧/૨ નાની ચમચી મરી પાઉડર
  8. ૧/૨ નાની ચમચી સંચળ પાઉડર
  9. ૧ મોટી ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  10. ૧/૨ નાની ચમચી વિનેગર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૨-૩ સડી (તુથપીક)
  13. ખ) ચીઝ બોલ્સ માટે
  14. ૧/૨ કપ ખમણેલું ચીઝ
  15. ૧ કપ બાફેલી મકાઈ
  16. ૧/૨ નાની ચમચી મરી પાઉડર
  17. મીઠું સ્વાદાનુસાર
  18. ૧/૨ કપ મેંદો
  19. પાણી જરૂરમુજબ
  20. ગ) ભાત માટે
  21. ૨ કપ ભાત
  22. ૩ મોટી ચમચી બટર
  23. ૧ નાની ચમચી મિક્સ હર્બસ
  24. ૧ મોટી ચમચી પાર્સલી ના પાન
  25. ૧/૪ મોટી ચમચી સફેદ મરી પાઉડર
  26. ૧/૨ નાની ચમચી લીંબુ નો રસ
  27. મીઠું સ્વાદાનુસાર
  28. ઘ) મિક્સ વેજિટેબલ માટે
  29. ૨ કપ મિક્સ બાફેલા શાભાજી (બ્રોકોલી, ગાજર, ફ્રેન્ચ બિનસ, બેબી કોર્ન વગેરે)
  30. ૧ મોટી ચમચી બટર
  31. ૧/૨ નાની ચમચી મરી પાઉડર
  32. ૧/૨ નાની ચમચી મિક્સ હર્બસ
  33. ૧/૨ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  34. ૧/૨ નાની ચમચી લીંબુ નો રસ
  35. મીઠું સ્વાદાનુસાર
  36. ડ) મસાલા સ્પગેટી માટે
  37. ૧ કપ બાફેલી સ્પગેટી
  38. ૧ મોટી ચમચી બટર
  39. ૧/૨ નાની ચમચી કાળા મરી પાઉડર
  40. મીઠું સ્વાદાનુસાર
  41. ચ) મખ્ખની સોસ માટે
  42. ૨ કપ ટામેટા ની પ્યુરી
  43. ૧ કપ કાજુ ની પ્યુરી
  44. ૩ મોટી ચમચી બટર
  45. ૧ મોટી ચમચી આદુ મરચા ની પેસ્ટ
  46. ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
  47. ૧/૨ નાની ચમચી મરી પાઉડર
  48. ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
  49. ૧/૪ નાની ચમચી મિક્સ હર્બસ
  50. ૧/૪ નાની ચમચી કસુરી મેથી
  51. ૧/૨ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  52. ૩ મોટી ચમચી હેવી ક્રીમ
  53. મીઠું સ્વાદાનુસાર
  54. છ) સજાવા માટે
  55. ૫-૬ કોબી ના પાન
  56. ૧ કપ પાણી વાળુ બટર (ધુમાડા માટે)

સૂચનાઓ

  1. એક બાઉલ લો.
  2. તેમાં પનીર અને કેપ્સિકમ મરચાં નાખો.
  3. હવે તેમાં લાલ મરચું પાઉડર, જીરું પાઉડર, ગરમ મસાલા પાવડર, મરી પાવડર, સંચળ પાવડર, મિક્સ હર્બસ, આદુ મરચાની પેસ્ટ અને સ્વાદાનુસાર મીઠું નાખો.
  4. બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લો.
  5. હવે એક ટૂથપીક (બાબું સડી) લઈને તેમાં બધા શાકભાજીને ગોઠવો.
  6. એક તરફ રાખો.
  7. હવે એક ગ્રીલ પેન લો અને તેમાં થોડું બટર ગરમ કરો.
  8. પનીર ની સ્ટિક ને તેમાં શેકો.
  9. બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકો.
  10. એક તરફ મુકો.
  11. હવે ચીઝ બોલ્સ માટે એક બાઉલ લો.
  12. તેમાં ચીઝ અને મકાઈના દાણા નાખો.
  13. મરી પાવડર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરો.
  14. હવે તેના નાના-નાના બોલ બનાવી લો.
  15. એક વાડકીમાં મેંદો નાંખો અને જરૂરિયાત મુજબ પાણી નાખો.
  16. બરાબર મિક્સ કરી લો.
  17. ઘાટુ મિશ્રણ બનાવી લો.
  18. હવે એક કડાઈ લો અને તેમાં તેલ ગરમ કરવા મુકો.
  19. બનાવેલા બોલ ને મેંદાના મિશ્રણમાં ડુબાડીને તળો.
  20. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.
  21. એક તરફ મુકો.
  22. મસાલા ભાત માટે એક કડાઈમાં થોડું બટર ગરમ કરવા મૂકો.
  23. તેમાં બાફેલા બાસમતી ભાત નાખો.
  24. હવે તેમાં મિક્સ હર્બસ, સફેદ મરી પાઉડર, પર્સેલી ના પાન અને મીઠું નાખો.
  25. બરાબર મિક્સ કરી લો.
  26. બે મિનિટ સુધી ચઢવા દો.
  27. લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો.
  28. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
  29. એક તરફ મુકો.
  30. હવે એક કડાઈ લો અને તેમાં થોડું બટર ગરમ કરવા મૂકો.
  31. હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખો.
  32. સાંતળી લો.
  33. ત્યારબાદ તેમાં બાફેલા શાકભાજી નાખીને બરાબર મિક્સ કરી લો.
  34. હવે તેમાં કાળા મરી પાવડર, સંચળ પાઉડર, મિક્સ હર્બસ, ચીલી ફ્લેક્સ, લીંબુનો રસ અને સ્વાદાનુસાર મીઠું નાખો.
  35. બરાબર મિક્સ કરી લો.
  36. બે મિનિટ સુધી ચઢવા દો ત્યારબાદ ગેસ બંધ કરી દો.
  37. એક તરફ મુકો.
  38. હવે મસાલા સ્પગેટી માટે કડાઈમાં થોડું બટર ગરમ કરવા મૂકો.
  39. હવે તેમાં બાફેલી સ્પગેટી નાખો.
  40. મીઠું અને કાળા મરી પાવડર નાખો.
  41. બરાબર મિક્સ કરી લો.
  42. એકથી બે મિનિટ સુધી ચઢવા દો ત્યારબાદ ગેસ બંધ કરી દો.
  43. એક તરફ મુકો.
  44. હવે સોસ માટે એક કડાઈમાં થોડું બટર ગરમ કરવા મૂકો.
  45. તેમાં આદુ મરચાની પેસ્ટ નાખીને બરાબર સાંતળી લો.
  46. હવે તેમા ટમેટાની પ્યુરી અને કાજુની પ્યુરી નાખો.
  47. બરાબર મિક્સ કરી લો.
  48. મિક્સ હર્બસ, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, કાળા મરી પાઉડર, લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરી લો.
  49. બે મિનીટ સુધી ઉકળવા દો.
  50. ત્યારબાદ તેમાં હેવી ક્રીમ નાખો.
  51. બરાબર મિક્સ કરી દો.
  52. તેની ઉપર કોથમરી ભભરાવો અને એક તરફ મુકો.
  53. હવે સિઝલર માટે બનાવેલી બધી સામગ્રી એકઠી કરો.
  54. સામગ્રી એકઠી કરો.
  55. હવે એક સિઝલરની પ્લેટ લો.
  56. તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો.
  57. કોબીના પાન ને પ્લેટ ઉપર ગોઠવો.
  58. ત્યારબાદ બનાવેલી બધી સામગ્રીને તેની ઉપર ગોઠવો.
  59. એક થી બે મિનિટ સુધી તેને ગેસ ઉપર ગરમ થવા દો.
  60. બધી સામગ્રી ઉપર મક્ખની સોસ રેડો.
  61. હવે કોબીના પત્તા ની નીચે બટર વાળું પાણી નાખો જેનાથી ધુમાડો થશે.
  62. અને આ બટર ની સુગંધ સીઝલર માં બેસી જશે.
  63. ત્યારબાદ પ્લેટને ગેસ ઉપરથી ઉતારી લો.
  64. ગરમા ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર