Photo of Sev tameta nu shak by Shraddha Patel at BetterButter
1038
2
0.0(1)
0

Sev tameta nu shak

Oct-04-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ચાર નંગ ટામેટા ના મધ્યમ સાઈઝ ના ટુકડા
  2. એક કપ પાણી
  3. ચાર ચમચી તેલ
  4. 1/2 ચમચી રાઈ
  5. 1/2 ચમચી જીરું
  6. ચપટી હિંગ
  7. 1 ચમચી લાલ મરચું પાવડર
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચી ધાણાજીરું પાવડર
  10. સ્વાદ પ્રમાણે મીઠું
  11. બે ચમચી ખાંડ
  12. બે ચમચી બારીક સમારેલી કોથમીર
  13. 1/2 કપ સેવ

સૂચનાઓ

  1. એક કઢાઈ લો અને તેલ ગરમ કરવા મૂકો.
  2. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું તતડાવો.
  3. ત્યારબાદ હિંગ નાખો.
  4. હવે ટામેટા ઉમેરી મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને ખાંડ ઉમેરી મિક્સ કરી ચઢવા દો.
  5. ટામેટા થોડા ઢીલા પડે એટલે પાણી ઉમેરી 5 મિનિટ ઊકળવા દો.
  6. ત્યારબાદ તેમાં કોથમીર અને સેવ ઉમેરી પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Reshme Jadav
Oct-22-2018
Reshme Jadav   Oct-22-2018

Testy

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર