હોમ પેજ / રેસિપી / રાજ કચોરી

Photo of raj kachori by Hiral Pandya Shukla at BetterButter
552
2
0.0(0)
0

રાજ કચોરી

Oct-04-2018
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજ કચોરી રેસીપી વિશે

આ વાનગી નાના મોટા બધાં ને ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • શેકેલું
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. પુરી માટે:-
  2. મેંદો એક કપ..૧૨૫ ગ્રામ
  3. સુજી ૧\૪ કપ..૪૦ ગ્રામ
  4. બેકીંગ સોડા બે ચમચી
  5. તેલ તળવા માટે.
  6. કચોરી ભરવા માટે:-
  7. મગ દાળ ની પકોડી સાત થી આઠ
  8. ઝીણા સમારેલા બાફેલા બટાકા મીડીયમ બે નંગ
  9. મગ અથવા ચણા બાફેલા સો ગ્રામ
  10. તાજું ફેટેલુ દહીં એક કપ
  11. શેકેલૂ જીરૂ પાવડર બે ચમચી
  12. સંચળ બે ચમચી
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. લાલ મરચું એક ચમચી
  15. લીલી ચટણી એક વાટકી
  16. મીઠી ચટણી એક વાટકી
  17. સેવ ભુજીયા એક કપ
  18. દાળમ ના દાણા એક કપ
  19. કોથમીર એક કપ
  20. કચોરી ભરવાની વસ્તુ ઇચ્છા અનુસાર વધારે ઓછી કરી શકાય છે એટલે માપ આપ્યું નથી.
  21. આ સામગ્રી માથી મોટી પાંચ થી છ કચોરી બને છે.

સૂચનાઓ

  1. ૧. મેંદા માં સૂઝી અને બેકીંગ સોડા ઉમેરી પાણી થી કઠણ લોટ બાંધો.
  2. ૨. લોટ ને મસળી મસળીને નરમ કરવો.
  3. ૩. તળવા માટે તેલ ગરમ કરો.
  4. ૪. લોટ માંથી નાના ગોરણા બનાવી ઢાંકી દો જેથી સુકાય નહી.
  5. ૫. પૂરી બનાવીને તળી લો.
  6. ૬. ધીમે ગેસ પર સોનેરી રંગ ની થાય ત્યાં સુધી કળછી થી થોડી દબાવી ને તળો.
  7. ૭. પછી એને ઠંડી થવા દો ઢાંકવી નહીં.
  8. ૮. ઠંડી પડે પછી તેમાં વચ્ચે કાણું કરીને પ્લેટ માં રાખી તેમાં મગદાળ ની પકોડી, ચાર થી પાંચ બટેટા ના ટુકડા, બે ચમચી મગ, થોડુંક શેકેલુ જીરું, સંચળ, મીઠુંસ્વાદ પ્રમાણે, મરચું પાવડર, દહી, મીઠી ચટણી, લીલી ચટણી, સેવ ભુજીયા, દાડમ ના દાણા ફરી એકવાર જીરું પાવડર, ચટણી, સંચળ, દહી અને મરચું પાવડર ભભરાવીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર