હોમ પેજ / રેસિપી / ગો ગ્રીન સેવરી કૅક

Photo of Go green savoury cake by Shraddha Patel at BetterButter
386
3
0.0(0)
0

ગો ગ્રીન સેવરી કૅક

Oct-05-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગો ગ્રીન સેવરી કૅક રેસીપી વિશે

આ કૅક ખુબજ અલગ છે અને એક સેવરી ડીશ છે. જે તમે હળવા ડિનર મા પણ લઇ શકશો. આ કૅક મા લીલા શાકભાજી નો ઉપયોગ કરેલ છે જેથી ખુબજ પૌષ્ટિક છે ઉપરાંત ટેસ્ટી પણ ખરી જ. નાના મોટા સૌ ને પસંદ આવશે અને ડાયાબિટિક લોકો પણ ખાઈ શકશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • ફીણવું
  • પીસવું
  • બેકિંગ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ ઘઉ નો ઝીણો લોટ
  2. એક ચમચી બેકિંગ પાવડર
  3. એક ચપટી બેકિંગ સોડા
  4. સ્વાદ પ્રમાણે મીઠું
  5. બે ચમચી તેલ
  6. એક ચમચી લીંબુ નો રસ
  7. અડધો કપ કોથમીર
  8. એક કપ પાલક
  9. એક મરચું
  10. એક ટુકડો આદુ
  11. અડધો કપ બાફેલા લીલા વટાણા
  12. 10-12 ફુદીના ના પાન
  13. એક ચમચી મેંદો
  14. બે ચમચી બટર
  15. એક ક્યુબ ચીઝ
  16. અડધો કપ દૂધ
  17. જરૂર મુજબ પાણી
  18. ગાર્નિશિંગ માટે ખાઈ શકાય એવા ફુલ-પાન

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પાલક ને ધોઈ ને ઉકળતા પાણી મા નાખી બ્લાન્ચ કરી લો અને પછી ઠંડા પાણી મા નાખો.
  2. પાલક ને નિતારી લો.
  3. એક મિક્સર જાર મા પાલક, કોથમીર, મરચું, આદુ, લીંબુ નો રસ અને તેલ ઉમેરી સ્મૂથ પેસ્ટ બનાવી લો.
  4. હવે એક બાઉલ મા લોટ ચાળો તેમાં મીઠું, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી લો.
  5. હવે તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી વિસ્ક કરતા જાઓ અને જરૂર લાગે તેટલું પાણી ઉમેરી ખીરું બનાવો.
  6. હવે એક કૅક ના મોલ્ડ ને બટર થી ગ્રીસ કરી અને ખીરું નાખો.
  7. હવે ઓવન મા 200 ડિગ્રી પર 20 મિનિટ સુધી બૅક કરવા મૂકો. ટૂથપિક થી ચેક કરી લેવું જો સાફ બહાર આવે તો કૅક તૈયાર છે.
  8. બૅક થાય પછી પાંચ મિનિટ કૅક ને રેસ્ટ આપો.
  9. હવે વટાણા અને ફુદીના ના પાન ને મિક્સર જાર મા લઇ પેસ્ટ બનાવી લો.
  10. હવે એક સૉસ પેન મા બટર લઇ તેમાં મેંદો નાખી એક મિનિટ માટે શેકો.
  11. મેંદો શેકાઈ જાય પછી તેમાં વટાણા ની પેસ્ટ ઉમેરી મીઠું નાખો.
  12. ત્યારબાદ દૂધ ઉમેરી અને ચીઝ છીણો અને ઊકળવા દો.
  13. સૉસ થોડો ઘાટો થાય એટલે ગૅસ પરથી નીચે લઇ લો.
  14. હવે કૅક પર આ તૈયાર કરેલ સૉસ રેડો.
  15. ત્યારબાદ કૅક ને ખાઈ શકાય એવા ફુલ કે પાન થી સજાવી લો.
  16. તો તૈયાર છે સુંદર એવી ગો ગ્રીન સેવરી કૅક.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર