Go green savoury cake ના વિશે
Ingredients to make Go green savoury cake in gujarati
- એક કપ ઘઉ નો ઝીણો લોટ
- એક ચમચી બેકિંગ પાવડર
- એક ચપટી બેકિંગ સોડા
- સ્વાદ પ્રમાણે મીઠું
- બે ચમચી તેલ
- એક ચમચી લીંબુ નો રસ
- અડધો કપ કોથમીર
- એક કપ પાલક
- એક મરચું
- એક ટુકડો આદુ
- અડધો કપ બાફેલા લીલા વટાણા
- 10-12 ફુદીના ના પાન
- એક ચમચી મેંદો
- બે ચમચી બટર
- એક ક્યુબ ચીઝ
- અડધો કપ દૂધ
- જરૂર મુજબ પાણી
- ગાર્નિશિંગ માટે ખાઈ શકાય એવા ફુલ-પાન
How to make Go green savoury cake in gujarati
- સૌ પ્રથમ પાલક ને ધોઈ ને ઉકળતા પાણી મા નાખી બ્લાન્ચ કરી લો અને પછી ઠંડા પાણી મા નાખો.
- પાલક ને નિતારી લો.
- એક મિક્સર જાર મા પાલક, કોથમીર, મરચું, આદુ, લીંબુ નો રસ અને તેલ ઉમેરી સ્મૂથ પેસ્ટ બનાવી લો.
- હવે એક બાઉલ મા લોટ ચાળો તેમાં મીઠું, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી લો.
- હવે તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી વિસ્ક કરતા જાઓ અને જરૂર લાગે તેટલું પાણી ઉમેરી ખીરું બનાવો.
- હવે એક કૅક ના મોલ્ડ ને બટર થી ગ્રીસ કરી અને ખીરું નાખો.
- હવે ઓવન મા 200 ડિગ્રી પર 20 મિનિટ સુધી બૅક કરવા મૂકો. ટૂથપિક થી ચેક કરી લેવું જો સાફ બહાર આવે તો કૅક તૈયાર છે.
- બૅક થાય પછી પાંચ મિનિટ કૅક ને રેસ્ટ આપો.
- હવે વટાણા અને ફુદીના ના પાન ને મિક્સર જાર મા લઇ પેસ્ટ બનાવી લો.
- હવે એક સૉસ પેન મા બટર લઇ તેમાં મેંદો નાખી એક મિનિટ માટે શેકો.
- મેંદો શેકાઈ જાય પછી તેમાં વટાણા ની પેસ્ટ ઉમેરી મીઠું નાખો.
- ત્યારબાદ દૂધ ઉમેરી અને ચીઝ છીણો અને ઊકળવા દો.
- સૉસ થોડો ઘાટો થાય એટલે ગૅસ પરથી નીચે લઇ લો.
- હવે કૅક પર આ તૈયાર કરેલ સૉસ રેડો.
- ત્યારબાદ કૅક ને ખાઈ શકાય એવા ફુલ કે પાન થી સજાવી લો.
- તો તૈયાર છે સુંદર એવી ગો ગ્રીન સેવરી કૅક.
Reviews for Go green savoury cake in gujarati
No reviews yet.
Recipes similar to Go green savoury cake in gujarati