હોમ પેજ / રેસિપી / વાઈટ સોસ પાસ્તા

Photo of White Sauce Pasta by Jhanvi Chandwani at BetterButter
96
4
0.0(0)
0

વાઈટ સોસ પાસ્તા

Oct-05-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વાઈટ સોસ પાસ્તા રેસીપી વિશે

આમાં મેં દૂધ, માખણ અને ચીઝ નો ઉપયોગ કરી ડુંગળી લસણ વગર વાઈટ સોસ બનાવી તેમાં પાસ્તા બનાવ્યાં છે.. આ ડીશ બાળકો સાથે મોટા લોકો ને પણ ભાવે છે.

રેસીપી ટૈગ

  • એકલા
  • ઇટાલિયન
  • બાફવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. અમુલ બટર 2 ચમચી
  2. પાસ્તા 1 પ્લેટ
  3. દૂધ 1 કપ
  4. પાણી 1 કપ
  5. ઘર નું માખણ 1 ચમચી
  6. માયોનિઝ 2 ચમચી
  7. ચીઝ 1 કયુબ
  8. ઓરેગનો 1/2 ચમચી
  9. ચીલી ફ્લેક્સ 1/2 ચમચી
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. કાળી મરી પાવડર 2 ચપટી
  12. કોથમીર સજાવટ માટે

સૂચનાઓ

  1. પહેલા તો પાસ્તા ને પાણી માં મીઠું નાખી બાફી લો.
  2. એક કઢાઈ માં અમુલ બટર નાખી તેમાં મૈદો નાખી 2 મિનીટ ચલાવો.
  3. પછી તેમાં દૂધ અને પાણી નાખી મિક્સ કરવો હલાવતા રહેવું કે તેમાં ગાંઠો ના રહે.
  4. પછી એક પછી એક મસાલા નાખવા.
  5. મસાલા મિક્સ કરી તેમાં ચીઝ,ઘર નું માખણ અને માયોનિઝ નાખવો.
  6. જ્યાર સુધી ઘટ્ટ ના થાય ત્યાર સુધી હલાવો.
  7. પછી તેમાં બાફેલા પાસ્તા નાખવા પછી ગેસ ધીમો કરી 1 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દો.
  8. ગેસ બંધ કરી ઢાંકણ ખોલી પાસ્તા પ્લેટમાં કોથમીર નાખી સર્વ કરવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર