હોમ પેજ / રેસિપી / બટાકાનુ શાક

Photo of Aalu Ki Sabji by Harsha Israni at BetterButter
660
5
0.0(0)
0

બટાકાનુ શાક

Oct-05-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાકાનુ શાક રેસીપી વિશે

આ શાક બાફેલા બટાકામાંથી બનાવ્યુ છે જેમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કર્યો તેમજ આ શાક જલ્દી પણ બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ગ્રામ બટાકા
  2. ૨ -૩ નંગ ટામેટા
  3. ૨-૩ લીલા મરચા (ઝીણા સમારેલા)
  4. ૫-૭ પાન મીઠા લીમડાના પાન
  5. ૧ ચમચી આમચુર પાવડર
  6. મીઠુ પ્રમાણસર
  7. ૧/૨ ચમચી હળદર
  8. ચપટી હીંગ
  9. ૧ ચમચી જીરુ
  10. ૧ ચમચી લાલ મરચુ પાવડર
  11. ૧ મોટો ચમચો તેલ
  12. સજાવવા માટે-
  13. ૧/૪ કપ કોથમીર(ઝીણી સમારેલી )

સૂચનાઓ

  1. સૌ પહેલા બટાકાને બાફીને નાના મોટા ટુકડા હાથ વડે જ કરી દો.
  2. ટામેટાને ધોઈને મીકસરના જારમાં પીસીને પેસ્ટ બનાવી લો.
  3. એક કડાઈ લઈ તેમાં તેલ ગરમ કરી જીરુ હીંગ ઉમેરો.ત્યાર બાદ મીઠો લીમડો,લીલા મરચા, ટામેટાની પેસ્ટ ,હળદર,મીઠુ,લાલ મરચુ પાવડર ઉમેરીને ધીમી આંચે ૨ મિનિટ સાંતળી ગ્રેવી તૈયાર કરો.
  4. પછી બાફેલા બટાકા ગ્રેવીમાં ઉમેરીને મીકસ કરો અને ૧ કપ પાણી ઉમેરીને ૫ મિનિટ માટે ધીમી આંચે ઢાંકીને મૂકો.
  5. તૈયાર છે બટાકાનુ શાક કોથમીરથી સજાવો, પૂરી/રોટલી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર