મટર પનીર | Mutter panner Recipe in Gujarati

ના દ્વારા vaishali nandola  |  5th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Mutter panner by vaishali nandola at BetterButter
મટર પનીરby vaishali nandola
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  5

  લોકો

0

0

મટર પનીર વાનગીઓ

મટર પનીર Ingredients to make ( Ingredients to make Mutter panner Recipe in Gujarati )

 • 400 ગ્રામ પનીર
 • 250 ગ્રામ વટાણા
 • 4 ટમેટા
 • 15 થી 17 કાજુ
 • 1 ટીસ્પુન વળીયારી
 • 1 ટીસ્પુન આદુ મરચા ની પેસ્ટ
 • 2 ચમચી મલાઈ
 • મીઠુ સ્વાદ મુજબ
 • 1/2 ચમચી લાલ મરચુ
 • 1/2 ચમચી ધાણાજીરુ
 • 1/2 ચમચી હળદર
 • 1 ચમચી ગરમ મસાલો
 • કોથમીર
 • વઘાર માટે
 • 1 ચમચો ઘી
 • તમાલ પત્ર
 • 1/2 ચમચી શાહજીરુ
 • હીંગ

How to make મટર પનીર

 1. કાજુ અને વળીયારીને હુફાળા પાણી મા 15 મિનીટ પલાળો.
 2. એ દરમ્યાન ટમેટાની પ્યોરી અને આદુ મરચાની પેસ્ટ તૈયાર કરો.
 3. વટાણા બાફી લો
 4. કાજુ ને વળીયારી ની પેસ્ટ તૈયાર કરો
 5. હવે એક પૅનમા 1 ચમચો ઘી ગરમ કરો .તમા એક તમાલપત્ર નાખી .શાહીજીરુ અને હીંગ નો વઘાર કરો
 6. આદુ મરચાની પેસ્ટ નાખી સાતળી તરત જ ટમેટો પ્યોરી નાખો.
 7. એકદમ સરસ સતળાઈ જાય એટલે તેમા બધા મસાલા કરી સાતળો. તેમા કાજુ અને વળીયારી ની પેસ્ટ , મલાઈ બધુ ઉમેરી સાતળો.
 8. થોડુ પાણી કે ઘી ઉમેરો
 9. વટાણા નાખો. મિક્સ કરી થોડુ ચડવા દો.છેલ્લે પનીર નાખી 5 મિનીટ ચડવા દો.
 10. કોથમીર નાખી સવૅ કરો.

My Tip:

ઘી જોઈતા પ્રમાણે વધારે લઈ શકાય

Reviews for Mutter panner Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો