ભાખરી પેન પીઝા | Bhakhri Pan Pizza Recipe in Gujarati

ના દ્વારા Meghna Sodha  |  5th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Bhakhri Pan Pizza by Meghna Sodha at BetterButter
ભાખરી પેન પીઝાby Meghna Sodha
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

3

0

ભાખરી પેન પીઝા

ભાખરી પેન પીઝા Ingredients to make ( Ingredients to make Bhakhri Pan Pizza Recipe in Gujarati )

 • કઠણ કણક બાંધી ને બનાવેલી ભાખરી ૪ નંગ
 • 2 ચમચી ઓલિવ ઓઈલ
 • ૨૧/૨ કપ સમારેલા ટામેટા
 • ૫ ટેબલસ્પૂન સમારેલી બેસીલ
 • ૧ ટી સ્પૂન ઓરેગાનો
 • ૧ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
 • ૨ ટી સ્પૂન જૈન ટોમેટો કેચઅપ
 • ૧/૨ ટી સ્પૂન મરી પાવડર
 • ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
 • ૧ ટી સ્પૂન ખાંડ
 • મીઠું સ્વાદ મુજબ
 • ચીઝ ક્યુબ 3 કે 4
 • ઝીણા સમારેલા કેપ્સીકમ 1 ટે.સ્પૂન
 • બાફેલા કેપ્સીકમ 2 ટે.સ્પૂન
 • બટર માં સાંતળેલા પનીર ના ટુકડા 1 કપ

How to make ભાખરી પેન પીઝા

 1. સૌ પ્રથમ એક કઢાઈમાં ઓલીવ ઓઈલ લો.
 2. ગરમ થાય એટલે તેમાં ટામેટા ઉમેરી ચઢવો.
 3. પછી બેસીલ ઉમેરી ચઢવો.
 4. પછી ટોમેટો કેચઅપ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, ખાંડ, લાલ મરચું, મીઠું ઉમેરી મિક્સ કરો.
 5. ઠંડુ પડે એટલે મીક્ષરમાં ક્રશ કરી લો.
 6. જૈન પીઝા સોસ તૈયાર છે.
 7. હવે એક બાજુ ઉપર કાચી પાકી શેકેલી એવી ભાખરી લો.
 8. કાચી પાકી બાજુ નીચે તરફ રાખી, ઉપરની બાજુએ પીઝા સોસ લગાવો.
 9. તેની ઉપર સમારેલા કેપ્સીકમ, બાફેલા કોનૅ અને પનીર નું ટોપીગ કરો.
 10. તેની ઉપર ચીઝ છીણી લો.
 11. ઉપર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મરી ભભરાવો.
 12. હવે પીઝાને નોનસ્ટિક પેનમાં લો, અને ઢાંકણ ઢાંકી દો.
 13. ચીઝ પીગળે એટલે કટ કરી સર્વ કરો.

My Tip:

ટોપીગ ઓલીવ, એલેપીનો કે પસંદની કરી શકાય.

Reviews for Bhakhri Pan Pizza Recipe in Gujarati (0)