પાલક ઉત્તપમ સેન્ડવિચ | Spinach uttapam sendwitch Recipe in Gujarati

ના દ્વારા Apeksha's Kitchen  |  6th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Spinach uttapam sendwitch recipe in Gujarati, પાલક ઉત્તપમ સેન્ડવિચ, Apeksha's Kitchen
પાલક ઉત્તપમ સેન્ડવિચby Apeksha's Kitchen
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

1

0

પાલક ઉત્તપમ સેન્ડવિચ વાનગીઓ

પાલક ઉત્તપમ સેન્ડવિચ Ingredients to make ( Ingredients to make Spinach uttapam sendwitch Recipe in Gujarati )

 • ઢોસા નું ખીરું
 • પાલક ની પેસ્ટ
 • 1 ઝીણું સમારેલુ કેપસીકમ
 • 1 ઝીણું સમારેલુ ટમાટર
 • 2 લીલા મરચાં ઝીણા સમારેલા
 • ચીઝ
 • લીલી ચટણી માટે
 • 1 વાટકી છીણેલુ લીલું કોપરું
 • 2 લીલા મરચાં
 • જીરુ
 • 1 ચમચી લીંબુનો રસ
 • 1 વાટકી લીલા ધાણા
 • મીઠું સ્વાદ પ્રમાણે

How to make પાલક ઉત્તપમ સેન્ડવિચ

 1. સૌપ્રથમ એક બાઉલમાં ઢોસા નું ખીરું લો અને તેમા પાલક ની પેસ્ટ એડ કરો.
 2. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો હવે પાલક નુ ખીરું તૈયાર છે.
 3. ટમેટર, કેપસીકમ ને ચોપર મા ચોપ કરી લો.
 4. એક મિક્સરજાર માં લીલું કોપરાની છીણ, જીરું, ઘણા, લીંબુનો રસ,મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ફેરવી લો અને ચટણી તૈયાર કરી લો.
 5. ઢોસા નું પેન ગરમ કરવા માટે મુકો હવે તેના પર તેલ લગાવી ટિશ્યૂ પેપરથી લુછીલો.
 6. હવે તૈયાર કરેલ પાલક નુ ખીરું મુકી બેબી ઉત્તપમ ઉતારી લો.
 7. તેના પર ચોપ કરેલા વેજીટેબલ અને લીલુ મરચું લગાવી ઉત્તપમ તૈયાર કરો.
 8. એક બાજુ થી થઈ જાય એટલે બીજી બાજુ ફેરવીલો અને શેકી લો.
 9. આ પ્રમાણે 3 ઉત્તપમ તૈયાર કરીલો.
 10. એક ઉત્તપમ લઈ તેના પર લીલી ચટણી લગાવો અને તેના પર ચીઝ છીણીને નાખો.
 11. હવે તેની ઉપર બીજો ઉત્તપમ મુકો અને ફરી તેના પર ચટણી અને ચીઝ નાખો.
 12. અને ફરી ઉપર ત્રીજો ઉત્તપમ મુકો. ઉપરથી થોડું ચીઝ છીણીને નાખો.
 13. તૈયાર છે આપણા હેલ્થી પાલક ઉત્તપમ સેન્ડવિચ.

My Tip:

આજ રીતે પાલક ની પેસ્ટ ની જગ્યાએ બીટ ના જ્યુસ નો પણ ઉપયોગ કરી શકાય.

Reviews for Spinach uttapam sendwitch Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો