Open in app

સેવોરી કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people
Bhumika Gandhi6th Oct 2018

Savoury Cake ના વિશે

Ingredients to make Savoury Cake in gujarati

  • ૨ કપ સુજી
  • ૨૦૦ ગ્રામ તાંદળીયા ની ભાજી
  • ૧ કપ દહીં
  • ૨ નાની ચમચી ઇનો
  • ૧ ચમચી તેલ
  • ૧ નાની ચમચી આદુ છીણેલું
  • નમક સ્વાઅનુસાર
  • વઘાર માટે
  • ૧ નાની ચમચી રાઈ
  • ૧ નાની ચમચી તલ
  • ૧ ચમચી તેલ
  • મીઠા લીમડા ના પાન
  • લાલ મરચું સજાવવા માટે

How to make Savoury Cake in gujarati

  1. સૌ પ્રથમ સુજી ને ધીમા તાપે કડાઈ માં સેકી લો ૩/૪ મિનિટ
  2. શેકાઈ જાય એટલે એક બાઉલ માં કાઢી બાજુ પર રાખો.
  3. હવે તે જ કડાઈ માં ભાજી માં મીઠું નાખી સોતે કરી લો.
  4. ભાજી બરોબર ચઢી જાય એટલે એને ઠંડી કરવા બાજુ પર રાખી દો.
  5. હવે એક બાઉલમાં માં ભાજી, દહીં, આદુ, તેલ, મીઠું અને પાણી નાખી બરોબર મિક્સ કરી બેટર બનાવો.
  6. ૧૦ મિનિટ માટે બાજુ પર રાખી દો.
  7. ત્યારબાદ ઢોકળા ની થાળી ને તેલ લગાવી સુજી નું મિશ્રણ નાખો.
  8. ઉપર થી લાલ મરચું પાવડર ભભરાવો.
  9. સ્ટીમર માં ૧૫ થી ૨૦ મિનિટ માટે સ્ટીમ કરો.
  10. ત્યારબાદ ચાકુ થી આકાર આપી કાપા કરી લો.
  11. હવે તડકા પેન માં વધાર માટે તેલ મૂકી ગરમ કરો
  12. તેમાં રાઈ , તલ અને લીમડો નાખી વઘાર કરો અને તે ઢોકળાં ની થાળી પર રેડો.
  13. ગરમ ગરમ પીરસો લીલી ચટણી સાથે.

Reviews for Savoury Cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Savoury Cake in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes
  • મિલ્ક કેક

    2 likes