Open in app

બટેટાની કટલેશ.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people

Potato Cutlet ના વિશે

Ingredients to make Potato Cutlet in gujarati

  • બાફેલા બટાકા ૪૦૦ ગ્રામ
  • શિંગોડા નો લોટ ૫૦ ગ્રામ
  • મગફળીના દાણા દરદરા પીસેલા ૫૦ ગ્રામ
  • કોથમીર ઝીણી સમારેલી ૨ થી ૩ ચમચી
  • ઘી ૨ થી ૩ ચમચી
  • આદુ અડધી ચમચી ઝીણું કાપેલું
  • લીલા મરચાં અડધી ચમચી ઝીણા કાપેલા
  • મરી પાવડર અડધી ચમચી
  • સીંધાલૂ મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ તળેવા માટે

How to make Potato Cutlet in gujarati

  1. બટાકા ફોલી છીણી લેવા.
  2. તેમાં મીઠું, મરી પાવડર, લીલા મરચાં, આદૂ, મગફળી નો ભુક્કો, કોથમીર, શીંગોડા નો લોટ નાંખી મીક્ષ કરી લો.
  3. હાથમાં તેલ લગાવીને ગોળી વાળી હાથ થી દબાવી ને ચપટી ટિકકી બનાવી લો.
  4. તમે તવા પર બે થી ત્રણ ચમચી ઘી મૂકી સોનેરી રંગ ની થાય ત્યાં સુધી શેકી લેવી. ( મે તેલ મા ડીપ ફ્રાય કરી છે)
  5. ગરમાગરમ કટલેટ તૈયાર છે એને કોથમીર ની ચટણી સાથે પીરસો.
  6. પેટીશ માટે:-
  7. મેં કટલેટ ના નાના ગોળા બનાવી લીધાં.
  8. ઉપર ના પળ માટે બે બટાકા બાફીને માવો કરીને એક ચમચી આરાલોટ મીક્સ કરી નાની થેપલી બનાવી ને કટલેટ ના ગોળા એમાં મુકીને બંધ કરી દો.
  9. થેટલી ની અંદર આ રીતે ભરવું.
  10. બનાવેલ ગોળા.
  11. હવે એને શિંગોડા નાં લોટ માં રગદોળી લેવા. પેટીશ ને પણ કટલેટ નો આકાર આપો.
  12. એને પણ તળી લો.
  13. તૈયાર છે પેટીશ.
  14. મેં સાથે બટેટા ની સુકી ભાજી પણ બનાવી હતી.

Reviews for Potato Cutlet in gujarati (0)

No reviews yet.

Recipes similar to Potato Cutlet in gujarati

  • બટેટાની ચિપ્સ

    2 likes