હોમ પેજ / રેસિપી / ભરવા દૂધી

Photo of Bharwa dudhi by Kamal Thakkar at BetterButter
745
4
0.0(0)
0

ભરવા દૂધી

Oct-06-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરવા દૂધી રેસીપી વિશે

દૂધી નું શાક હોય બૌ ગુણકારી પણ ખુબજ ઓછા લોકો ને ભાવે.પણ આ રીત નું શાક બનાવશો એટલે બધાજ ખુશ થઈને ખાશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧/૨ માધ્યમ દૂધી
  2. ટામેટા ૩
  3. તેલ ૨ મોટી ચમચી
  4. પનીર ૧૦૦ ગ્રામ
  5. લીલું મરચું ૧
  6. આદુ ૧ ટુકડો
  7. હિંગ ૧/૪ નેની ચમચી
  8. કોથમીર ૧ મોટો ચમચો
  9. લવિંગ ૩
  10. તજ નો એક ટુકડો
  11. એલચો ૧
  12. હળદર ૧ નેની ચમચી
  13. લાલ મરચું ૧ ચમચી
  14. ધાણા જીરું ૨ ચમચી
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ગરમ મસાલો ૧ નાની ચમચી
  17. કસૂરી મેથી ૧ નાની ચમચી

સૂચનાઓ

  1. પેલા દૂધી ને છાલ ઉતારીને એક ઇંચ ના ગોળ ટુકડા માં કાપો અને વચ્ચે થઈ માવો કાઢી લો.
  2. આ માવો આપડે રસો બનાવામાં વાપરશું.
  3. એક પેન માં એક ચમચી તેલ મુકો.ગરમ થાય એટલે હિંગ,આદુ અને મરચા સાંતળો.
  4. પછી મસળેલું પનીર ઉમેરો.બે મિનિટ સાંતળો અને લીલા ધાણા નાખી ગેસ બેન્ડ કરો.
  5. દૂધી માં વચ્ચે આ પનીર ભરો.
  6. સ્ટીમર માં વાફ માં પકાઓ.
  7. બીજા પેન માં તેલ મુકો અને જીરું,લવિંગ,તજ,એલચો ઉમેરો.
  8. ટામેટા અને દૂધી નો જે માવો નીકળેલો વચ્ચે થી એ મિકસર માં પીસી લો.આ પેસ્ટ પેન માં ઉમેરો અને ૩-૪ મીનીટ સાંતળો.
  9. હળદર, મરચું,મીઠું,ધાણા જીરું ઉમેરો.સરખું સાંતળી લો.
  10. અડધી વાટકી પાણી ઉમેરો અને ગરમ મસાલો તથા કસૂરી મેથી પણ ઉમેરો.
  11. પછી દૂધી ના ટુકડા મુકો અને ઢાંકીને ૩-૪ મિનિટ ચડવા દો..
  12. ૪-૫ મિનિટ પછી ગેસ બંધ કરો.પીરસતી વખતે એક ટુકડો દૂધી નો મૂકીને એની ઉપર રસો નાખીને પીરસવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર