Open in app

ભરવા દૂધી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Dr.Kamal Thakkar6th Oct 2018

Bharwa dudhi ના વિશે

Ingredients to make Bharwa dudhi in gujarati

  • ૧/૨ માધ્યમ દૂધી
  • ટામેટા ૩
  • તેલ ૨ મોટી ચમચી
  • પનીર ૧૦૦ ગ્રામ
  • લીલું મરચું ૧
  • આદુ ૧ ટુકડો
  • હિંગ ૧/૪ નેની ચમચી
  • કોથમીર ૧ મોટો ચમચો
  • લવિંગ ૩
  • તજ નો એક ટુકડો
  • એલચો ૧
  • હળદર ૧ નેની ચમચી
  • લાલ મરચું ૧ ચમચી
  • ધાણા જીરું ૨ ચમચી
  • મીઠું સ્વાદાનુસાર
  • ગરમ મસાલો ૧ નાની ચમચી
  • કસૂરી મેથી ૧ નાની ચમચી

How to make Bharwa dudhi in gujarati

  1. પેલા દૂધી ને છાલ ઉતારીને એક ઇંચ ના ગોળ ટુકડા માં કાપો અને વચ્ચે થઈ માવો કાઢી લો.
  2. આ માવો આપડે રસો બનાવામાં વાપરશું.
  3. એક પેન માં એક ચમચી તેલ મુકો.ગરમ થાય એટલે હિંગ,આદુ અને મરચા સાંતળો.
  4. પછી મસળેલું પનીર ઉમેરો.બે મિનિટ સાંતળો અને લીલા ધાણા નાખી ગેસ બેન્ડ કરો.
  5. દૂધી માં વચ્ચે આ પનીર ભરો.
  6. સ્ટીમર માં વાફ માં પકાઓ.
  7. બીજા પેન માં તેલ મુકો અને જીરું,લવિંગ,તજ,એલચો ઉમેરો.
  8. ટામેટા અને દૂધી નો જે માવો નીકળેલો વચ્ચે થી એ મિકસર માં પીસી લો.આ પેસ્ટ પેન માં ઉમેરો અને ૩-૪ મીનીટ સાંતળો.
  9. હળદર, મરચું,મીઠું,ધાણા જીરું ઉમેરો.સરખું સાંતળી લો.
  10. અડધી વાટકી પાણી ઉમેરો અને ગરમ મસાલો તથા કસૂરી મેથી પણ ઉમેરો.
  11. પછી દૂધી ના ટુકડા મુકો અને ઢાંકીને ૩-૪ મિનિટ ચડવા દો..
  12. ૪-૫ મિનિટ પછી ગેસ બંધ કરો.પીરસતી વખતે એક ટુકડો દૂધી નો મૂકીને એની ઉપર રસો નાખીને પીરસવી.

Reviews for Bharwa dudhi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bharwa dudhi in gujarati

  • દૂધી કબાબ

    1 likes
  • ભરવા કરેલા

    2 likes
  • દૂધી નો ઓળો

    2 likes
  • દૂધી ડીલાઈટ

    4 likes
  • દૂધી ની ખીર

    1 likes
  • દૂધી નુ શાક

    1 likes