Open in app

વેજ ક્રીમી ટોસ્ટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Shraddha Patel7th Oct 2018

Veg creamy toast ના વિશે

Ingredients to make Veg creamy toast in gujarati

  • એક પેકેટ બ્રેડ
  • 1/4 કપ નાના કટકા કરેલી ફણસી
  • 1/4 કપ નાના કટકા કરેલ ગાજર
  • 2-3 ફ્લોરેટ્સ બ્રોકોલી
  • 3-4 બેબી કોર્ન્સ
  • એક ક્યુબ ચીઝ
  • બે ચમચી ક્રીમ
  • 1/2 કપ દૂધ
  • એક ચમચી મેંદો
  • એક ચમચી બટર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક ચમચી ઓરેગાનો
  • એક ચમચી ચીલી ફ્લેક્સ
  • 1/2 ચમચી મરી પાવડર
  • ટોમેટો કેચઅપ સાથે પીરસવા માટે

How to make Veg creamy toast in gujarati

  1. સૌ પ્રથમ બધા વેજીબલ્સ ને મીઠું નાખી ને પાણી મા 5-7 મિનિટ માટે ઉકાળી લેવા.
  2. હવે એક પેન મા બટર લઇ ગરમ થાય એટલે મેંદો શેકવો.
  3. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી ઉકાળો.
  4. હવે તેમાં મીઠું, મરી પાવડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ક્રીમ અને ચીઝ ઉમેરી મિક્સ કરો.
  5. ત્યારબાદ તેમાં બોઈલ કરેલા વેજિટેબલ્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  6. હવે બ્રેડ પર તૈયાર કરેલ મિશ્રણ પાથરો.
  7. બીજી બ્રેડ ને વચ્ચે થી ગોળ કાપી લો અને એ ગોળ કાપેલી બ્રેડ થી બંધ કરો.
  8. હવે બધી બ્રેડ આવી રીતે તૈયાર કરી ને માઇક્રોવેવ મા હાઈ પાવર પર 7-8 મિનિટ માટે ટોસ્ટ કરવા મૂકો.
  9. ટોસ્ટ થાય ગયા બાદ ક્રોસ મા કાપી ને સર્વ કરો.

Reviews for Veg creamy toast in gujarati (0)

No reviews yet.

Recipes similar to Veg creamy toast in gujarati

  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ.દલિયા

    3 likes
  • દાલ ટોસ્ટ

    0 likes
  • વેજ આમલેટ

    1 likes