હોમ પેજ / રેસિપી / વેજ ક્રીમી ટોસ્ટ

Photo of Veg creamy toast by Shraddha Patel at BetterButter
267
2
0.0(0)
0

વેજ ક્રીમી ટોસ્ટ

Oct-07-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ ક્રીમી ટોસ્ટ રેસીપી વિશે

આ ટોસ્ટ મા પ્રોટીન વિટામિન થી ભરપૂર વેજિટેબલ્સ નો ઉપયોગ કરેલ હોવાથી ખુબજ પૌષ્ટિક છે. અમુક વેજિટેબલ્સ ખાવામાં પસન્દ નથી તો આ રીતે ટોસ્ટ કરીને આપશો તો જરૂર થી પસન્દ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મિશ્રણ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક પેકેટ બ્રેડ
  2. 1/4 કપ નાના કટકા કરેલી ફણસી
  3. 1/4 કપ નાના કટકા કરેલ ગાજર
  4. 2-3 ફ્લોરેટ્સ બ્રોકોલી
  5. 3-4 બેબી કોર્ન્સ
  6. એક ક્યુબ ચીઝ
  7. બે ચમચી ક્રીમ
  8. 1/2 કપ દૂધ
  9. એક ચમચી મેંદો
  10. એક ચમચી બટર
  11. સ્વાદ પ્રમાણે મીઠું
  12. એક ચમચી ઓરેગાનો
  13. એક ચમચી ચીલી ફ્લેક્સ
  14. 1/2 ચમચી મરી પાવડર
  15. ટોમેટો કેચઅપ સાથે પીરસવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બધા વેજીબલ્સ ને મીઠું નાખી ને પાણી મા 5-7 મિનિટ માટે ઉકાળી લેવા.
  2. હવે એક પેન મા બટર લઇ ગરમ થાય એટલે મેંદો શેકવો.
  3. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી ઉકાળો.
  4. હવે તેમાં મીઠું, મરી પાવડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ક્રીમ અને ચીઝ ઉમેરી મિક્સ કરો.
  5. ત્યારબાદ તેમાં બોઈલ કરેલા વેજિટેબલ્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  6. હવે બ્રેડ પર તૈયાર કરેલ મિશ્રણ પાથરો.
  7. બીજી બ્રેડ ને વચ્ચે થી ગોળ કાપી લો અને એ ગોળ કાપેલી બ્રેડ થી બંધ કરો.
  8. હવે બધી બ્રેડ આવી રીતે તૈયાર કરી ને માઇક્રોવેવ મા હાઈ પાવર પર 7-8 મિનિટ માટે ટોસ્ટ કરવા મૂકો.
  9. ટોસ્ટ થાય ગયા બાદ ક્રોસ મા કાપી ને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર