હોમ પેજ / રેસિપી / બીટ બીરબલી

Photo of Beet Birbali by Rani Soni at BetterButter
470
4
0.0(0)
0

બીટ બીરબલી

Oct-07-2018
Rani Soni
20 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બીટ બીરબલી રેસીપી વિશે

બીટ બીરબલી સબ્જી માટે મુઘલાઈ કાજુ-ટામેટા ની ગ્રેવી ને તૈયાર કરી બીટ આલૂ ના કોફતા મૂકી ભારતીય મસાલા ઉમેરી સ્વાદિષ્ટ સબ્જી તૈયાર કરી છે. જેને બીટ રોટી સાથે પિરસી છે. જેને તમે, પુલાવ, રોટીસ, પરાથા સાથે પણ પિરસી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મુગલાઈ
  • શેલો ફ્રાય
  • પીસવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. કોફતા માટે :
  2. 2 બાફેલા બટાકા
  3. 1/2 બાફેલ બીટ
  4. મીઠું સ્વાદમુજબ
  5. 1/2 ચમચી ગરમ મસાલા
  6. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  7. 1 સમારેલ લીલું મરચું
  8. 3 ચમચી કોર્ન ફલોર
  9. 2-3 ચમચી તેલ શેકવા
  10. 5-6 કાજુ -પિસ્તા નાના ટુકડાઓમાં સમારેલ
  11. 1 ચમચી કોથમીર
  12. 1 ચમચી ખસખસ ઉપર ભભરાવા
  13. ગ્રેવી માટે:
  14. 4 ચમચી તેલ
  15. 1/4 કપ કાજુ
  16. 1 ચમચી મગજતરી ના બીયા
  17. 5 ટામેટા સમારેલ
  18. 2 લીલા મરચાં
  19. 1 આદુ ટુકડો
  20. 1/4 નાની ચમચી જીરૂ
  21. 2 તજપાન
  22. 1 તજ નો ટુકડો
  23. 1/2 ચમચી હળદર
  24. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  25. 1/2 ચમચી ગરમ મસાલા
  26. 1 ચમચી ધાણાજીરૂ
  27. 1 ચમચી ખાંડ
  28. 1 ચમચી ક્રીમ
  29. સ્વાદમુજબમીઠું
  30. 1 ચમચી કસૂરી મેથી

સૂચનાઓ

  1. કોફતા માટે:
  2. બાફેલા બીટ, બટાકા માં બધા મસાલા ,કોનફલોર, મીઠું, લીલા મરચા ઉમેરો
  3. તમારા હાથ થી બધું સારી રીતે મિકસ કરી લો
  4. હવે તેમને દીલ આકાર ના મોલ્ડ માં મૂકી આકાર આપો
  5. એક પેનમાં તેલ ગરમ કરો
  6. તેમાં બીટ બટાકા ના કોફતા ને સેલોફા્ય કરો
  7. જયાં સુધી તે સોનેરી થાય
  8. ઉપર ખસખસ ભભરાવો
  9. તળેલી બીટ બટાકા ના કોફતા ને કાગળના ટુવાલ પર મૂકો જેથી વધારા નું તેલ નીકળી જાય.
  10. બીટ બટાકા ના કોફતા તૈયાર છે.
  11. ગ્રેવી માટે:
  12. કાજુ ,મગજતરી ના બીયાં ને ગરમ પાણી માં 20 મિનીટ માટે પલાળી લો
  13. 20 મિનીટ માટે પાણી માંથી નિતારી લો
  14. અેક પેન માં 2 ચમચી તેલ ઉમેરો
  15. તેમાં ટામેટા,આદુ ઉમેરો હવે ઢાંકી લો
  16. જયારે સુધી ટામેટા સોફટ થાય
  17. હવે ગેસ બંધ કરી દો
  18. ઠંડુ થાય અેટલે મિક્સર જાર માં કાજુ ,મગજતરી ના બીયા,ટામેટા, લીલું મરચુ નાંખી પીસી લો
  19. એક પેન માં 2 ચમચી તેલ લઈ જીરૂ નાંખો
  20. હવે તજપાન,તજ નો ટુકડો નાંખો સાંતળો
  21. હવે હળદર, લાલ મરચું ,ધાણા પાવડર ઉમેરો
  22. પિસેલી ટામેટા -કાજુ ની પેસ્ટ નાંખો
  23. મીઠું ઉમેરો મિકસ કરો થોડું સાંતળો
  24. ખાંડ નાંખો
  25. 1/4 કપ પાણી નાંખો મીક્સ કરો
  26. ઢાંકણ ઢાંકી 5 -7 મિનિટ ઉકાળો
  27. હવે ક્રીમ ઉમેરો 1 મિનિટ માટે સાંતળો
  28. ગરમ મસાલા ઉમેરો
  29. મિકસ કરો
  30. કસૂરીમેથી ઉમેરો મિકસ કરો
  31. ગ્રેવી તૈયાર છે
  32. સર્વિંગ ડીશ માં ગ્રેવી મૂકી ગ્રેવી ઉપર બીટ બટાકા ના કોફતા મૂકી ઉપર કાજુ,પિસ્તા સમારેલ મૂકી કોથમીર ,કસૂરી મેથી નાંખી પિરસો
  33. બીટ બીરબલી સબ્જી તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર