Open in app

બીટ બીરબલી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  2 people
Rani Soni7th Oct 2018

Beet Birbali ના વિશે

Ingredients to make Beet Birbali in gujarati

  • કોફતા માટે :
  • 2 બાફેલા બટાકા
  • 1/2 બાફેલ બીટ
  • મીઠું સ્વાદમુજબ
  • 1/2 ચમચી ગરમ મસાલા
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1 સમારેલ લીલું મરચું
  • 3 ચમચી કોર્ન ફલોર
  • 2-3 ચમચી તેલ શેકવા
  • 5-6 કાજુ -પિસ્તા નાના ટુકડાઓમાં સમારેલ
  • 1 ચમચી કોથમીર
  • 1 ચમચી ખસખસ ઉપર ભભરાવા
  • ગ્રેવી માટે:
  • 4 ચમચી તેલ
  • 1/4 કપ કાજુ
  • 1 ચમચી મગજતરી ના બીયા
  • 5 ટામેટા સમારેલ
  • 2 લીલા મરચાં
  • 1 આદુ ટુકડો
  • 1/4 નાની ચમચી જીરૂ
  • 2 તજપાન
  • 1 તજ નો ટુકડો
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી ગરમ મસાલા
  • 1 ચમચી ધાણાજીરૂ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી ક્રીમ
  • સ્વાદમુજબમીઠું
  • 1 ચમચી કસૂરી મેથી

How to make Beet Birbali in gujarati

  1. કોફતા માટે:
  2. બાફેલા બીટ, બટાકા માં બધા મસાલા ,કોનફલોર, મીઠું, લીલા મરચા ઉમેરો
  3. તમારા હાથ થી બધું સારી રીતે મિકસ કરી લો
  4. હવે તેમને દીલ આકાર ના મોલ્ડ માં મૂકી આકાર આપો
  5. એક પેનમાં તેલ ગરમ કરો
  6. તેમાં બીટ બટાકા ના કોફતા ને સેલોફા્ય કરો
  7. જયાં સુધી તે સોનેરી થાય
  8. ઉપર ખસખસ ભભરાવો
  9. તળેલી બીટ બટાકા ના કોફતા ને કાગળના ટુવાલ પર મૂકો જેથી વધારા નું તેલ નીકળી જાય.
  10. બીટ બટાકા ના કોફતા તૈયાર છે.
  11. ગ્રેવી માટે:
  12. કાજુ ,મગજતરી ના બીયાં ને ગરમ પાણી માં 20 મિનીટ માટે પલાળી લો
  13. 20 મિનીટ માટે પાણી માંથી નિતારી લો
  14. અેક પેન માં 2 ચમચી તેલ ઉમેરો
  15. તેમાં ટામેટા,આદુ ઉમેરો હવે ઢાંકી લો
  16. જયારે સુધી ટામેટા સોફટ થાય
  17. હવે ગેસ બંધ કરી દો
  18. ઠંડુ થાય અેટલે મિક્સર જાર માં કાજુ ,મગજતરી ના બીયા,ટામેટા, લીલું મરચુ નાંખી પીસી લો
  19. એક પેન માં 2 ચમચી તેલ લઈ જીરૂ નાંખો
  20. હવે તજપાન,તજ નો ટુકડો નાંખો સાંતળો
  21. હવે હળદર, લાલ મરચું ,ધાણા પાવડર ઉમેરો
  22. પિસેલી ટામેટા -કાજુ ની પેસ્ટ નાંખો
  23. મીઠું ઉમેરો મિકસ કરો થોડું સાંતળો
  24. ખાંડ નાંખો
  25. 1/4 કપ પાણી નાંખો મીક્સ કરો
  26. ઢાંકણ ઢાંકી 5 -7 મિનિટ ઉકાળો
  27. હવે ક્રીમ ઉમેરો 1 મિનિટ માટે સાંતળો
  28. ગરમ મસાલા ઉમેરો
  29. મિકસ કરો
  30. કસૂરીમેથી ઉમેરો મિકસ કરો
  31. ગ્રેવી તૈયાર છે
  32. સર્વિંગ ડીશ માં ગ્રેવી મૂકી ગ્રેવી ઉપર બીટ બટાકા ના કોફતા મૂકી ઉપર કાજુ,પિસ્તા સમારેલ મૂકી કોથમીર ,કસૂરી મેથી નાંખી પિરસો
  33. બીટ બીરબલી સબ્જી તૈયાર છે

Reviews for Beet Birbali in gujarati (0)

No reviews yet.

Recipes similar to Beet Birbali in gujarati

  • બીટ કટલેટ

    9 likes
  • બીટ રાયતુ

    0 likes
  • બીટ નો હલવો

    0 likes
  • બીટ નો હલવો

    1 likes
  • બીટ સપ્રાઉટ પુલાવ

    1 likes
  • ઉપમા વીથ બીટ સ્લાઈસ

    2 likes