હોમ પેજ / રેસિપી / દિલખુશ આલૂ કરી

Photo of Dilkhush aloo curry by Shraddha Patel at BetterButter
1121
9
0.0(0)
0

દિલખુશ આલૂ કરી

Oct-07-2018
Shraddha Patel
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દિલખુશ આલૂ કરી રેસીપી વિશે

ક્રિસ્પી આલૂ સાથે ક્રીમી ટેન્ગી કરી એક ખુબજ સરસ કોમ્બિનેશન છે. રોટી પરાઠા સાથે ખુબજ સરસ લાગે છે. આ ડીશ તમે લંચ કે ડીનર મા લઇ શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 3

  1. કરી માટે:
  2. 5 નંગ ટામેટા
  3. 10-12 કાજુ
  4. બે ચમચી મગજતરી ના બી
  5. બે ચમચી ફ્રેશ ક્રિમ
  6. એક ચમચી કસૂરી મેથી
  7. બે ચમચી બારીક સમારેલી કોથમીર
  8. સ્વાદ પ્રમાણે મીઠું
  9. એક તમાલપત્ર
  10. ચપટી હિંગ
  11. 1/2 ચમચી રાઈ
  12. 1/2 ચમચી જીરું
  13. 1 ચમચી આદુ-મરચા ની પેસ્ટ
  14. 1 ચમચી લાલ મરચું પાવડર
  15. 1 ચમચી ધાણાજીરું પાવડર
  16. 1/2 ચમચી હળદર
  17. 1/2 ચમચી ગરમ મસાલો
  18. ત્રણ ચમચી બટર
  19. ક્રિસ્પી આલૂ બનાવવા માટે :
  20. ત્રણ મોટા બટાકા
  21. પાંચ ચમચી પનીર
  22. 5-6 કેસર ના તાંતણા
  23. મીઠું
  24. તળવા માટે તેલ
  25. એક ચમચી કાજુ બદામ ની કતરણ

સૂચનાઓ

  1. ક્રિસ્પી આલૂ ની રીત:
  2. સૌ પ્રથમ બટાકા ને મીઠું નાખી ને બાફી લો.
  3. બટાકા બફાઈ જાય પછી છાલ કાઢી બે કટકા કરી લો અને વચ્ચે થી ચમચી વડે થોડું નીકાળી લો જેથી ત્યાં પનીર નું પૂરણ ભરી શકાય.
  4. હવે બધા બટાકા ને ગરમ તેલ મા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
  5. હવે એક બાઉલ મા પનીર ને છીણો તેમાં કેસર, ચપટી મીઠું અને કાજુ બદામ ની કતરણ નાખી મિક્સ કરી પૂરણ તૈયાર કરો.
  6. હવે બધા બટાકા મા પનીર નું પૂરણ ભરી ને સાઈડ મા રાખો.
  7. કરી બનાવવા ની રીત:
  8. કાજુ અને મગજતરી ના બી ને પાણી મા અડધી કલાક પલાળી લો. ત્યારબાદ તેની પેસ્ટ બનાવી લો.
  9. ટામેટા ને મિક્સર મા બ્લેન્ડ કરી લો.
  10. હવે કઢાઈ મા બટર ગરમ કરો.
  11. રાઈ, જીરુ, હિંગ અને તમાલપત્ર ઉમેરો. ત્યારબાદ આદુ-મરચા ની પેસ્ટ સાંતળો.
  12. ત્યારબાદ ટામેટા ની પ્યુરી અને કાજુ ની પેસ્ટ ઉમેરો.
  13. હવે મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું પાવડર, કસૂરી મેથી અને ગરમ મસાલો નાખી કરી ને પકાવો.
  14. કરી જાડી લાગતી હોય તો થોડું પાણી ઉમેરવું. કરી મા ક્રીમ નાખી મિક્સ કરો.
  15. કરી થઈ જાય પછી આલૂ નાખી કોથમીર થી સજાવો.
  16. તો તૈયાર છે દિલખુશ આલૂ કરી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર