Open in app

દિલખુશ આલૂ કરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  3 people
Shraddha Patel7th Oct 2018

Dilkhush aloo curry ના વિશે

Ingredients to make Dilkhush aloo curry in gujarati

  • કરી માટે:
  • 5 નંગ ટામેટા
  • 10-12 કાજુ
  • બે ચમચી મગજતરી ના બી
  • બે ચમચી ફ્રેશ ક્રિમ
  • એક ચમચી કસૂરી મેથી
  • બે ચમચી બારીક સમારેલી કોથમીર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક તમાલપત્ર
  • ચપટી હિંગ
  • 1/2 ચમચી રાઈ
  • 1/2 ચમચી જીરું
  • 1 ચમચી આદુ-મરચા ની પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણાજીરું પાવડર
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • ત્રણ ચમચી બટર
  • ક્રિસ્પી આલૂ બનાવવા માટે :
  • ત્રણ મોટા બટાકા
  • પાંચ ચમચી પનીર
  • 5-6 કેસર ના તાંતણા
  • મીઠું
  • તળવા માટે તેલ
  • એક ચમચી કાજુ બદામ ની કતરણ

How to make Dilkhush aloo curry in gujarati

  1. ક્રિસ્પી આલૂ ની રીત:
  2. સૌ પ્રથમ બટાકા ને મીઠું નાખી ને બાફી લો.
  3. બટાકા બફાઈ જાય પછી છાલ કાઢી બે કટકા કરી લો અને વચ્ચે થી ચમચી વડે થોડું નીકાળી લો જેથી ત્યાં પનીર નું પૂરણ ભરી શકાય.
  4. હવે બધા બટાકા ને ગરમ તેલ મા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
  5. હવે એક બાઉલ મા પનીર ને છીણો તેમાં કેસર, ચપટી મીઠું અને કાજુ બદામ ની કતરણ નાખી મિક્સ કરી પૂરણ તૈયાર કરો.
  6. હવે બધા બટાકા મા પનીર નું પૂરણ ભરી ને સાઈડ મા રાખો.
  7. કરી બનાવવા ની રીત:
  8. કાજુ અને મગજતરી ના બી ને પાણી મા અડધી કલાક પલાળી લો. ત્યારબાદ તેની પેસ્ટ બનાવી લો.
  9. ટામેટા ને મિક્સર મા બ્લેન્ડ કરી લો.
  10. હવે કઢાઈ મા બટર ગરમ કરો.
  11. રાઈ, જીરુ, હિંગ અને તમાલપત્ર ઉમેરો. ત્યારબાદ આદુ-મરચા ની પેસ્ટ સાંતળો.
  12. ત્યારબાદ ટામેટા ની પ્યુરી અને કાજુ ની પેસ્ટ ઉમેરો.
  13. હવે મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું પાવડર, કસૂરી મેથી અને ગરમ મસાલો નાખી કરી ને પકાવો.
  14. કરી જાડી લાગતી હોય તો થોડું પાણી ઉમેરવું. કરી મા ક્રીમ નાખી મિક્સ કરો.
  15. કરી થઈ જાય પછી આલૂ નાખી કોથમીર થી સજાવો.
  16. તો તૈયાર છે દિલખુશ આલૂ કરી.

Reviews for Dilkhush aloo curry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dilkhush aloo curry in gujarati

  • દમ આલૂ

    21 likes
  • લાલ કરી

    7 likes
  • કાજુ કરી

    5 likes
  • કાજુ કરી

    10 likes
  • કાજૂ કરી

    4 likes
  • કાજુ કરી

    5 likes