Open in app

ભેલ સંચોરી

1 review
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Hanika Thadani7th Oct 2018

Bhel sanchori ના વિશે

Ingredients to make Bhel sanchori in gujarati

  • ૨ કપ મૈદો
  • ૧ ૧/૨ વાટકી સમારેલુ કોબીજ
  • ૧ વાટકી સમારેલા સિમલા મરચા
  • ૧/૨ વાટકી સમારેલી ગાજર
  • ૧ વાટકી વગારેલા મમરા
  • ૧ વાટકી ફિક્કી સેવ
  • ૧ લીલું મરચું
  • મીઠું ( સ્વાદ અનુસાર)
  • ૨ ચમચી લાલ મરચું
  • 2 ચમચી ધાણા પાવડર
  • ૧/૨ ચમચી ચાટ મસાલો
  • તેલ તળવા માટે
  • દાડમ સજાવવા માટે
  • પાણી જરૂર મુજબ
  • ૧૦૦ ગ્રામ કોથમીર
  • ૪ ચમચી દહીં
  • ૧/૪ ચમચી સંચળ
  • ૪ ચમચી આમચૂર
  • ગોળનો નાનો ટુકડો

How to make Bhel sanchori in gujarati

  1. સંચોરી ના મિશ્રણ માટે:
  2. સૌપ્રથમ કોબીજ,સિમલા મરચા ને ગાજર સમારી લો.
  3. એક કડાઈ માં ૨ ચમચી તેલ લઇ તેમાં આ શાકભાજીઓ નાખો.
  4. તેમાં બધા મસાલા નાખી મિક્સ કરો.ધીમી આંચે ૧ મિનિટ ઢાંકીને પકવો.
  5. હવે વગારેલા મમરા અને સેવ નાખી મિક્સ કરો.મિશ્રણ તૈયાર છે.
  6. મૈદા ની કણક માટે:
  7. એક વાસણ માં મૈદો લો.
  8. તેમાં ૧ ચમચી મીઠું ,૨ ચમચી તેલ નાખો.જરૂર મુજબ પાણી નાખી કણક બાંધી લો.
  9. સંચોરી માટે:
  10. મૈદા ની કણકના લુવા લઇ પુરી ની જેમ વણી લો.
  11. ૧ પુરી પર મિશ્રણ મૂકી તેના પર બીજી પુરી મૂકી કિનારાઓ વળી લો.કિનારા બરબર બંધ કરવા જેથી ખુલી ના જાય.
  12. તેલમાં સોનેરી રંગ થાય ત્યાં સુધી તેજ આંચ પર તળી લો.
  13. તૈયાર છે ભેળ સંચોરી.લીલી ચટણી અને આમચુર ની ચટણી સાથે પીરસો.
  14. સેવ મમરા અને દાડમથી સજાવો.
  15. લીલી ચટણી:
  16. કોથમીર,દહીં,લીલુ મરચું અને સંચળ નાખી મિક્સચર માં પીસી લો.
  17. આમચૂરની ચટણી:
  18. એક નાની કડાઈમાં આમચૂર,ગોળ નાખી અને ૧ વાટકી પાણી નાખી ગેસ પર ચડવા દો.
  19. ગોળ પીગળી જાય એટલે ગેસ બંધ કરો.

Reviews for Bhel sanchori in gujarati (1)

Hiral Pandya Shukla2 months ago

એક પુરી ઉપર સ્ટફીંગ ભરીને બીજી પુરીને મુકવા ની છે???

Recipes similar to Bhel sanchori in gujarati

  • ભેલ

    3 likes
  • મેગી ભેલ

    1 likes
  • મેગી ભેલ

    2 likes
  • ચીઝ કોર્ન ભેલ

    5 likes
  • ચિઝલીંગ ભેલ /ચિઝલીંગ ચાટ:

    6 likes