Photo of Bhel sanchori by Hanika Thadani at BetterButter
933
4
0.0(1)
0

Bhel sanchori

Oct-07-2018
Hanika Thadani
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ કપ મૈદો
  2. ૧ ૧/૨ વાટકી સમારેલુ કોબીજ
  3. ૧ વાટકી સમારેલા સિમલા મરચા
  4. ૧/૨ વાટકી સમારેલી ગાજર
  5. ૧ વાટકી વગારેલા મમરા
  6. ૧ વાટકી ફિક્કી સેવ
  7. ૧ લીલું મરચું
  8. મીઠું ( સ્વાદ અનુસાર)
  9. ૨ ચમચી લાલ મરચું
  10. 2 ચમચી ધાણા પાવડર
  11. ૧/૨ ચમચી ચાટ મસાલો
  12. તેલ તળવા માટે
  13. દાડમ સજાવવા માટે
  14. પાણી જરૂર મુજબ
  15. ૧૦૦ ગ્રામ કોથમીર
  16. ૪ ચમચી દહીં
  17. ૧/૪ ચમચી સંચળ
  18. ૪ ચમચી આમચૂર
  19. ગોળનો નાનો ટુકડો

સૂચનાઓ

  1. સંચોરી ના મિશ્રણ માટે:
  2. સૌપ્રથમ કોબીજ,સિમલા મરચા ને ગાજર સમારી લો.
  3. એક કડાઈ માં ૨ ચમચી તેલ લઇ તેમાં આ શાકભાજીઓ નાખો.
  4. તેમાં બધા મસાલા નાખી મિક્સ કરો.ધીમી આંચે ૧ મિનિટ ઢાંકીને પકવો.
  5. હવે વગારેલા મમરા અને સેવ નાખી મિક્સ કરો.મિશ્રણ તૈયાર છે.
  6. મૈદા ની કણક માટે:
  7. એક વાસણ માં મૈદો લો.
  8. તેમાં ૧ ચમચી મીઠું ,૨ ચમચી તેલ નાખો.જરૂર મુજબ પાણી નાખી કણક બાંધી લો.
  9. સંચોરી માટે:
  10. મૈદા ની કણકના લુવા લઇ પુરી ની જેમ વણી લો.
  11. ૧ પુરી પર મિશ્રણ મૂકી તેના પર બીજી પુરી મૂકી કિનારાઓ વળી લો.કિનારા બરબર બંધ કરવા જેથી ખુલી ના જાય.
  12. તેલમાં સોનેરી રંગ થાય ત્યાં સુધી તેજ આંચ પર તળી લો.
  13. તૈયાર છે ભેળ સંચોરી.લીલી ચટણી અને આમચુર ની ચટણી સાથે પીરસો.
  14. સેવ મમરા અને દાડમથી સજાવો.
  15. લીલી ચટણી:
  16. કોથમીર,દહીં,લીલુ મરચું અને સંચળ નાખી મિક્સચર માં પીસી લો.
  17. આમચૂરની ચટણી:
  18. એક નાની કડાઈમાં આમચૂર,ગોળ નાખી અને ૧ વાટકી પાણી નાખી ગેસ પર ચડવા દો.
  19. ગોળ પીગળી જાય એટલે ગેસ બંધ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Hiral Pandya Shukla
Oct-08-2018
Hiral Pandya Shukla   Oct-08-2018

એક પુરી ઉપર સ્ટફીંગ ભરીને બીજી પુરીને મુકવા ની છે???

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર