Open in app

પાકાં કેળા નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Solanki Minaxi7th Oct 2018

Ripe bananas curry ના વિશે

Ingredients to make Ripe bananas curry in gujarati

  • ૩ થી ૪ કેળા
  • ૧ કપ સમારેલા ટામેટા
  • ૧/૨ ટીસ્પૂન સમારેલું આદુ
  • ૧/૨ ટી સ્પૂન સમારેલા લીલાં મરચાં
  • કેળા મા ભરવાનો મસાલો બનાવવા માટે:-
  • ૧/૨ કપ શીંગ નો અધકચરો ભુકો
  • ૧/૨ કપ શેકેલો ચણાનો લોટ
  • ૨ ટેબલસ્પૂન કોપરાનું નુ છીણ
  • ૧ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૧ ટેબલસ્પૂન લાલ મરચું
  • ૨ ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર
  • ચપટી હિંગ
  • શાક બનાવવા માટે:-
  • ૨ ટેબલસ્પૂન તેલ
  • ૧/૨ ટી સ્પૂન રાઈ
  • ૧/૨ ટી સ્પૂન જીરું
  • ૬ થી ૭ લીમડાના પાન
  • ચપટી હિંગ
  • ૨ ટીસ્પૂન કોકમ ની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ટીસ્પૂન લાલ મરચું પાવડર
  • ૧ ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર
  • પા કપ પાણી

How to make Ripe bananas curry in gujarati

  1. ટામેટા, મરચા અને આદુ ને મિક્સરમાં પીસી લો અને પેસ્ટ બનાવી લો
  2. કેળા માં ભરવાનો બધો મસાલો એક બાઉલ માં મિક્સ કરી લો
  3. અેક કેળા ના બે ભાગ કરી વચ્ચે થી કાપો મૂકો ,એ રીતે બધા કેળા તૈયાર કરી લો
  4. ભરવાનો મસાલો કેળા માં ભરી લો
  5. એક પેન માં તેલ ગરમ કરો, તેમાં રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાનો વઘાર કરવો
  6. તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરવી ૨ મિનિટ સાંતળો
  7. ત્યારબાદ તેમાં કોકમ ની પેસ્ટ ( ૧ કલાક પલાળી, ઉકાળી ને ક્રશ કરી ગાળી લેવું) , મીઠું, હળદર ,લાલ મરચું , ધાણાજીરું નાખી ૧ મિનિટ સાંતળો
  8. તેમાં પા કપ પાણી નાખી ઉકાળવું
  9. ઉકળે એટલે કેળા ગ્રેવી માં મૂકી દો અને જે મસાલો વધ્યો હોય તે કેળા પર ભભરાવો
  10. ઢાંકી ને ૨ થી ૪ મિનિટ પકવો
  11. ગરમા ગરમ પીરસો

Reviews for Ripe bananas curry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ripe bananas curry in gujarati

  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes
  • કોળા નુ શાક

    2 likes
  • ખસખસ નુ શાક

    0 likes
  • કોળા નુ શાક

    1 likes
  • ફણસી નુ શાક

    1 likes