હોમ પેજ / રેસિપી / પાકાં કેળા નુ શાક

Photo of Ripe bananas curry by Solanki Minaxi at BetterButter
414
5
0.0(0)
0

પાકાં કેળા નુ શાક

Oct-07-2018
Solanki Minaxi
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાકાં કેળા નુ શાક રેસીપી વિશે

આ શાક સ્વાદ મા ખાટુ અને ગળ્યું જેને પૂરી અને પરાઠા સાથે પીરસાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩ થી ૪ કેળા
  2. ૧ કપ સમારેલા ટામેટા
  3. ૧/૨ ટીસ્પૂન સમારેલું આદુ
  4. ૧/૨ ટી સ્પૂન સમારેલા લીલાં મરચાં
  5. કેળા મા ભરવાનો મસાલો બનાવવા માટે:-
  6. ૧/૨ કપ શીંગ નો અધકચરો ભુકો
  7. ૧/૨ કપ શેકેલો ચણાનો લોટ
  8. ૨ ટેબલસ્પૂન કોપરાનું નુ છીણ
  9. ૧ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૧/૨ ટી સ્પૂન હળદર
  12. ૧ ટેબલસ્પૂન લાલ મરચું
  13. ૨ ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર
  14. ચપટી હિંગ
  15. શાક બનાવવા માટે:-
  16. ૨ ટેબલસ્પૂન તેલ
  17. ૧/૨ ટી સ્પૂન રાઈ
  18. ૧/૨ ટી સ્પૂન જીરું
  19. ૬ થી ૭ લીમડાના પાન
  20. ચપટી હિંગ
  21. ૨ ટીસ્પૂન કોકમ ની પેસ્ટ
  22. મીઠું સ્વાદ અનુસાર
  23. ૧ ટીસ્પૂન લાલ મરચું પાવડર
  24. ૧ ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર
  25. પા કપ પાણી

સૂચનાઓ

  1. ટામેટા, મરચા અને આદુ ને મિક્સરમાં પીસી લો અને પેસ્ટ બનાવી લો
  2. કેળા માં ભરવાનો બધો મસાલો એક બાઉલ માં મિક્સ કરી લો
  3. અેક કેળા ના બે ભાગ કરી વચ્ચે થી કાપો મૂકો ,એ રીતે બધા કેળા તૈયાર કરી લો
  4. ભરવાનો મસાલો કેળા માં ભરી લો
  5. એક પેન માં તેલ ગરમ કરો, તેમાં રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાનો વઘાર કરવો
  6. તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરવી ૨ મિનિટ સાંતળો
  7. ત્યારબાદ તેમાં કોકમ ની પેસ્ટ ( ૧ કલાક પલાળી, ઉકાળી ને ક્રશ કરી ગાળી લેવું) , મીઠું, હળદર ,લાલ મરચું , ધાણાજીરું નાખી ૧ મિનિટ સાંતળો
  8. તેમાં પા કપ પાણી નાખી ઉકાળવું
  9. ઉકળે એટલે કેળા ગ્રેવી માં મૂકી દો અને જે મસાલો વધ્યો હોય તે કેળા પર ભભરાવો
  10. ઢાંકી ને ૨ થી ૪ મિનિટ પકવો
  11. ગરમા ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર