હોમ પેજ / રેસિપી / મિકસ મીલેટસ હાંડવો

Photo of Mixed millets Handvo ( pancakes) by Mumma's kitchen at BetterButter
1192
5
0.0(0)
0

મિકસ મીલેટસ હાંડવો

Oct-07-2018
Mumma's kitchen
180 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિકસ મીલેટસ હાંડવો રેસીપી વિશે

આ હાંડવો મે મીલેટસ માથી બનાવ્યો છે, જનરલી આપણે ચોખા અને દાળ થી હાંડવો બનાવતા હોય છે, પરંતુ મે આજ તેને વધારે હેલ્ધી બનાવવા ની કોશિશ કરી છે, મે આ હાંડવો મિકસ અને મિકસ દાળ નો ઉપયોગ કરીને બનાવ્યો છે, એ પ્રોટીન અને વિટામિન થી ભરપુર હોય છે, જે ખૂબ જ સુપાચ્ય હોય છે, ડાયેટિશયન ઘઉ અને ચોખા કરતા મીલેટસ નો ઉપયોગ આપણા રોજીંદા ખોરાક મા ઉમેરવા ની સલાહ આપે છે, મીલેટસ એટલે જુવાર બાજરી, કોદરી, પ્રોસો મીલેટસ વગેરે.. આ મીલેટસ ડાયાબિટીસ, હાર્ટ માટે, તેમા ફાઈબરસ ની માત્રા વિપુલ પ્રમાણમાં છે, ગ્લુટેન ફ્રી હોવાથી તે ટાઈપ ટુ ડાયાબિટીસ ને મટાડવા માટે ખુબ ઉપયોગી હોય છે તો ચાલો આજ આ હેલ્ધી મિકસ મીલેટસ હાંડવો બનાવતા શીખવાડીશ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ કોદો મીલેટસ (કોદરી)
  2. 1 કપ પ્રોસો મીલેટસ
  3. 1 કપ કીનોવા
  4. 1 મિકસ દાળ મગની દાળ, અડદ ની દાળ તુવેર ની દાળ, મસુર ની દાળ
  5. .1 કપ દહી
  6. 2 ટેબલસ્પૂન આદુ મરચા ની પેસ્ટ
  7. સ્વાદ અનુસાર મીઠું
  8. કોથમીર સમારેલી
  9. તેલ
  10. 2 ટેબલસ્પૂન રાઇ જીરૂ
  11. ચપટી હીંગ 2 ટેબલસ્પૂન તલ
  12. 1/2 ટીસ્પૂન હળદર
  13. 1 ટેબલસ્પૂન લીંબુનો રસ
  14. એક પેકેટ ઈનો સોડા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મીલેટસ અને કીનોવા અને મિકસ દાળ ને બે થી ત્રણ પાણી થી ધોઇ લો.
  2. ત્યારબાદ તેમાં ડૂબે એટલું પાણી નાખી તેને 3 કલાક માટે પલાળી દો.
  3. 3 કલાક બાદ તે ડબલ માત્રા મા થઈ જશે. તેમા થોડુ પાણી અને દહી ઉમેરો અને તેને પીસી લો.
  4. હવે તેમા આદુ મરચા ની પેસ્ટ, કોથમીર, મીઠું, ગરમ તેલ, અને એક પેકેટ ઈનો સોડા નાખી તેના ઉપર અડધુ લીંબુ નીચોવો
  5. લીંબુ નો રસ ઉમેરી તેને ફટાફટ ફીણી લો. અને એક પેન મા તેલ ગરમ કરી તેમા રાઈ જીરું અને તલ નાખી તેમા બેથી ત્રણ ચમચા ખીરૂ ઊમેરો તેને ઢાંકણ ઢાંકી ને ધીમા તાપે ચઢવા દો.
  6. હાંડવો બંને બાજુ થી ગોલ્ડન બ્રાઉન રંગ નો થઈ જાય એટલે તેને બહાર કાઢી લો અને તેવી રીતે બાકી ના હાંડવા બનાવી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર