ભાખરવડી | Bhakarvadi Recipe in Gujarati

ના દ્વારા Kavi Nidhida  |  8th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Bhakarvadi by Kavi Nidhida at BetterButter
ભાખરવડીby Kavi Nidhida
 • તૈયારીનો સમય

  7

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  4

  લોકો

4

0

ભાખરવડી વાનગીઓ

ભાખરવડી Ingredients to make ( Ingredients to make Bhakarvadi Recipe in Gujarati )

 • 2 કપ મેંદો
 • 1 કપ બેસન
 • લાલ મરચું, હળદર, મીઠું, ધાણાજીરું
 • 2 ટેબલ સ્પૂન તેલ મોણ માટે
 • સ્ટફિંગ માટે :-
 • 2 ટેબલ સ્પૂન કોપરા નું ખમણ
 • 1 ટેબલ સ્પૂન વરિયાળી
 • 2 ટી સ્પૂન તલ
 • પોણો કપ બેસન ની સેવ
 • 1½ ટેબલ સ્પૂન આમલી નો કે લીંબુનો રસ
 • 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ,
 • 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો
 • 1 ટી સ્પૂનલાલ મરચું
 • 1 ટેબલ સ્પૂન ધાણાજીરુ
 • હળદર, મીઠું, ચપટી હિંગ.
 • તળવા માટે તેલ

How to make ભાખરવડી

 1. એક વાસણમાં બંને લોટ, મોણ, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું નાખી મધ્યમ લોટ બાંધીલો.
 2. તલ, વરિયાળી, સેવ અને કોપરું મીક્સર માં આખું પાખું દળી લો.
 3. એક વાસણમાં સેવ વાળું મિશ્રણ, અને બાકી ના બધા મસાલા તથા આમલી નો રસ મિક્સ કરી લો.
 4. બાંધેલા લોટ માં થી મોટો દડા જેવો લુવો લઈ મોટી રોટલી વણી લો.
 5. તેના પર ફિલિંગ સરખી રીતે પાથરી દો,કિનારી અડધો ઇંચ જેટલી ખાલી રાખવી.
 6. કિનારી એ પાણી ચોપડી, કઠણ રોલ વાળી લો.
 7. એક એક ઇંચ ના ટુકડા કરી લો.
 8. ગરમ તેલ માં ધીમા તપે બ્રાઉન રંગની તળી લો.

My Tip:

સ્ટફિંગ થોડું કોરા જેવું રાખવું.

Reviews for Bhakarvadi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો